SURAT

એરઈન્ડિયાની સુરતથી ગોવા, ચેન્નાઈ અને હૈદરાબાદ જતી ફ્લાઈટ 1 જુલાઈથી બંધ, જાણો કેમ…

સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મોટાપાયે એરક્રાફ્ટ રોટેશન લાગુ કરવાને લીધે એરઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી અવર જવર કરતી ત્રણ ફ્લાઇટ 1 જુલાઈથી રદ થશે.આ ફલાઇટમાં રાત્રે 9:15 વાગ્યે જતી સુરત-ચેન્નઈ, રાત્રે 10:30 વાગ્યે જતી સુરત-હૈદરાબાદ અને સવારે 7:50 વાગ્યે જતી સુરત-ગોવા ફલાઇટનો સમાવેશ થાય છે.

  • રોટેશનને લીધે એરઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી ઓપરેટ થતી ત્રણ ફ્લાઇટ 1 જુલાઈથી બંધ
  • એકસાથે ત્રણ ફ્લાઈટ બંધ થવાને કારણે સુરત એરપોર્ટ પર રોજની ફ્લાઈટની સંખ્યા 17થી ઘટીને 11 થઈ જશે

એરક્રાફ્ટ રોટેશનમાં એક જ એરક્રાફ્ટને અલગ અલગ રૂટ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે કોઈ સેક્ટરની માંગ ઓછી હોય અથવા એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા અને સુવિધાઓનો અભાવ હોય ત્યારે એરલાઇન્સ તેમના એરક્રાફ્ટનો રૂટ બદલી નાખે છે. આ જ કારણ છે કે સુરતથી આ રૂટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહી છે. જોકે, એરલાઇન્સ એ કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પૂર્વે દિલ્હી એરપોર્ટ મેઇન્ટેનન્સ કામ માટે બંધ હોવાથી દિલ્હી – સુરત 15 જૂનથી રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની રાત્રિ ફ્લાઇટ્સ પણ 15 જૂનથી આગામી 90 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આમાં સુરતથી દિલ્હી સાંજે 5:30 વાગ્યે જતી અને દિલ્હીથી સુરત રાત્રે 10:50 વાગ્યે પરત ફરતી ફ્લાઇટનો સમાવેશ થાય છે.

આ ફ્લાઇટ બેંગલુરુથી સુરત પહોંચતી હતી અને પછી દિલ્હી જતી હતી. જયારે જુલાઈ મહિનાથી, એર ઇન્ડિયા એક્સપ્રેસની કેટલીક ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી બદલાશે. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-બેંગલુરૂ ફ્લાઇટ 1 જુલાઈથી રોજ કાર્યરત થશે.

રાતે 11.25 વાગ્યાની સુરત-દિલ્હી ફ્લાઇટ 1 જુલાઈથી ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે.સવારે 6:10 વાગ્યે અને બપોરે 2:10 વાગ્યે ઓપરેટ થતી સુરત-દિલ્હી ફ્લાઇટ 2 જુલાઈથી બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે ઓપરેટ થશે.બપોરે 1:00 વાગ્યની સુરત-દિલ્હીની ફ્લાઇટ 1 જુલાઈથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે. દિલ્હી એરપોર્ટનો રનવે બંધ હોવાને લીધે આ ફ્લાઇટ્સના સમય બદલાયા છે. આ સ્થિતિમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટ સંખ્યા 17 થી ઘટી 11 થશે.

1 જુલાઈથી આ ફ્લાઇટ રદ થશે

  • સુરત-ચેન્નઈ
  • સુરત-હૈદરાબાદ
  • સુરત-ગોવા

Most Popular

To Top