Gujarat

VIDEO: લંડન જતું એરઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, 242 પેસેન્જર સવાર હતા, રૂપાણી…

લંડન જતું એરઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મેઘાણીનગર ગ્રાઉન્ડમાં પડ્યું
અમદાવાદ શહેરમાં મોટો અકસ્માત થયો છે. અહીં મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એર ઈન્ડિયાનું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. મેસેજ મળતા ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે.

એરઈન્ડિયાનું 171 બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1.40 વાગ્યે તે ક્રેશ થયું હતું. આ પ્લેન એક બિલ્ડિંગમાં પણ અથડાયું હોવાની ચર્ચા છે. પ્લેનમાં 200થી વધુ પેસેન્જર બેઠાં હતાં. તેમાં કાર્ગો પણ હતું.

પ્લેન ક્રેશ થવાના લીધે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ દૂર સુધી આવ્યો હતો. પ્લેનમાં લાગેલી આગના ધૂમાડા ઊંચે ઉડ્યા હતા જે દૂરથી જોઈ શકાતા હતા. આ તરફ મોટા અકસ્માતના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દોડાદોડી થઈ ગઈ છે.

હજુ આ અકસ્માત અંગે સત્તાવાર કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ લંડન જતા આ પ્લેનમાં મોટી સંખ્યામાં પેસેન્જર હોવાની આશંકા છે. પેસેન્જરની સ્થિતિ શું છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી હજુ મળી નથી.

એરઈન્ડિયાના આ પ્લેનની કેપેસિટી 250 પેસેન્જરની હોવાની અને અકસ્માત થયો ત્યારે પ્લેનમાં 133 પેસેન્જર મુસાફરી કરી રહ્યાં હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

વિજય રૂપાણી અંગે અવઢવ
વિજય રૂપાણી આ ફ્લાઈટમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. રૂપાણી લંડન આ જ ફ્લાઈટમાં ગયા હોવાની ચર્ચા છે. તેઓએ આ ફ્લાઈટમાં બોર્ડિંગ કર્યું હોવાની ટિકિટના સ્કીન શોટ પણ ફરી રહ્યાં છે, બીજી તરફ રૂપાણીના પર્સનલ આસિસ્ટન્ટ શૈલેષ માંડવીયાને કોટ કરતો એક મેસેજ વાયરલ થયો છે, જેમાં લખે છે કે વિજયભાઈ બીજી ફ્લાઈટમાં લંડન ગયા છે. તેઓ સુરક્ષિત છે. જ્યાં સુધી એરપોર્ટ ઓથોરિટી આ અંગે કોઈ અધિકૃત માહિતી જાહેર નહીં કરે ત્યાં સુધી સત્ય હકીકત શું છે તે કહી શકાય નહીં.

Most Popular

To Top