નવી દિલ્હી: ફ્લાઈટના (Flight) ઈમરજન્સી લેન્ડિંગના (Emergency landing) કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે હવે એર ઈન્ડિયાની ફ્લાઇટના (Air India Flight) એન્જિનમાં (engine) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અબુ ધાબીથી કેરળના (Kerala) કાલિકટ એરપોર્ટ પર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળતા જ પાયલોટે વિમાનને ફરી અબુ ધાબી તરફ વાળ્યું હતું અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
- અબુધાબીથી કોલકત્તા જવા માટે ઉપડેલા વિમાનમાં આગ લાગતા પાયલોટે તરત જ પાછું વાળ્યું
- ટેક ઓફ પહેલાં એન્જિનની ખામી પાયલોટે ધ્યાનમાં નહીં લેતા આગ લાગી
- અબુધાબી એરપોર્ટ પર લેન્ડ કરી મુસાફરોને બચાવી લેવાયા
મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX348 અબુ ધાબી એરપોર્ટથી કેરળના કાલિકટ એરપોર્ટ માટે ટેક ઓફ કર્યું હતું. ફ્લાઈટના એન્જીન-1માં આગ લાગી ગયા બાદ એરક્રાફ્ટ અબુ ધાબી એરપોર્ટ પર પરત ફર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક ઓફ કરતા પહેલા પાયલોટે આ ખામીને ધ્યાનમાં લીધી ન હતી. આ વિમાનમાં 184 મુસાફરો છે. જો કે અબુધાબી પરત ફર્યા બાદ યાત્રીઓનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
DGCAએ નિવેદન જારી કર્યું છે
એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ પર DGCA દ્વારા એક નિવેદન જાહેર કરી આ અંગે જાણ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348 (અબુ ધાબી-કાલિકટ) ફ્લાઈટ દરમિયાન 1000 ફીટ પર પહોંચ્યું ત્યારે એન્જિન-1માં આગ લાગી, જેના કારણે ફ્લાઈટ પરત એરપોર્ટ પર મોક્લાઈ છે.”
30 જાન્યુઆરીએ પણ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી
આ પહેલા 30 જાન્યુઆરીએ રવિવારે રાત્રે શારજાહથી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. આ અંગે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને તમામ મુસાફરોની સાથે ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય જાહેર કરવામાં આવી હતી.
વિસ્તારાની ફ્લાઇટમાં 18 જાન્યુઆરીએ સમસ્યા આવી હતી
આ અગાઉ 18 જાન્યુઆરીએ સિંગાપોરથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનને સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે પ્લેન સવારે 11 વાગે ટેકઓફ થયું હતું, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પાઇલોટ્સે પ્લેનને સિંગાપોર પરત મોકલી દીધું હતું અને યાત્રીઓમે સુરક્ષિત ફલાઇટમાંથી બહાર કાઢી લીધા હતા.