Charchapatra

 ‘AI’ ખતરાનો ઘંટ!

ટેકનોલોજીનાં પ્રભાવશાળી યુગમાં અનેકવિધ આધુનિક સંશોધનો થઈ રહ્યા છે. માનવ બુદ્ધિ અને બળ મર્યાદામાં વપરાય તો ઉપયોગી રહે, પણ ટેકનોલોજીના પ્રભાવ હેઠળ લોકો તેનો દુરોપયોગ કરી રહ્યા છે. હાલમાં વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ બહુ મોટો ખતરો સાબિત થશે એવું લાગે છે.મનુષ્ય સ્વભાવે જ બદલાની ભાવનાથી પ્રેરિત છે. ફલત: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુષ્પ્રભાવ અને દુરપયોગ અટકાવવા ચોક્કસ કાયદો બનાવવો જ પડશે.તાજેતરમાં જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, બાયડન, કાજોલ, રશ્મિકા મંદાના વગેરેના ડીપફેક વિડીયો એઆઇની મદદથી બનાવવામાં આવ્યા છે.

આ તો શરૂઆત છે.જે વીડિયો જોતા જ સમજી શકાય છે કે આનો પ્રભાવ અટકાવવામાં નહીં આવે તો વિશ્વમાં અંધાધુંધી, અરાજકતા, રમખાણો, યુદ્ધ, વ્યક્તિ કે દેશની બદનામી જેવા મોટા પરિણામ સંભવતઃ જોવા મળે તો નવાઈ નહીં.એઆઇ કુત્રિમ મીડિયા છે.જેના દ્વારા ડીપફેક વિડીયો બનાવીને દર્શાવવામાં આવે છે. આવા વીડિયો માટે કોઈ વેરિફિકેશન સિસ્ટમ આમ જનતા પાસે નથી જે અંગે જલ્દી વિચારવું જરૂરી છે.ડીપફેક વીડિયો માનવ સમાજ માટે ખૂબ મોટો ખતરો છે જે આપણા વડાપ્રધાનશ્રી એ પણ જણાવ્યું છે.
સુરત     – અરૂણ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોહીની સગાઈ તૂટી રહી છે
ઘર હોય ત્યાં વાસણ ભલે ખખડે, પણ ગડગડાટ ન થવો જોઇએ! અત્રે આશ્ચર્ય અને આઘાત સહ પરિવારિક ઘટનાઓ એવી છે કે, અનુષ્કા શર્માએ લગ્નમાં તેની દાદી, તેના કાકા અને કાકીને પણ આમંત્રણ આપ્યું ન હતું. તેઓને ટી.વી. પરથી ખબર પડી કે તેમની પૌત્રી અને ભત્રીજીનાં લગ્ન થઈ રહ્યા છે. કદાચ તેણીને શરમ લાગી હશે.  તેણીએ તેના સામાન્ય પરિવારના સભ્યોમાંથી માત્ર 20 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. બીજા કિસ્સામાં સુરેશ રૈનાએ 2015માં લગ્ન કર્યા હતા.જે કાકાના ખોળામાં તેઓ રમતા હતા તેમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

મિડિયાએ કાકા સાથે વાત કરી ત્યારે કાકા આંસુ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.   કારણ એ હતું કે સુરેશ રૈનાને તેના કાકાથી શરમ આવતી હતી. છેવટે તે મોટા માણસ હતો. ત્રીજી સામાજિક ઘટનામાં જસપ્રિત બુમરાહના 84 વર્ષના દાદા કે, જેઓ 17 વર્ષથી પોતાના પૌત્રને જોવા માટે તડપતા હતા, તેઓ બિચારા જસપ્રિતને મળવા અમદાવાદ આવ્યા હતા,  જ્યાં જસપ્રિતની માતાએ તેમનો પીછો કર્યો હતો, ત્યાર બાદ દાદાએ સાબરમતી નદીમાં આત્મહત્યા કરી લીધી હતી.

ચોથા બનાવમાં મહેન્દ્રસિંહ ધોનીએ તેની આત્મકથા પર આધારિત ફિલ્મમાં તેના ભાઈને દર્શાવ્યા નથી. આજે આવાં લોકો હાલની યુવા પેઢીના રોલ મોડલ છે અને આજની યુવા પેઢી તેઓને ફોલો પણ કરે છે અને તેમની ફેન પણ રહેલી છે.અલબત, ઉલ્ટાનું  એક ભુવનેશ્વર કુમાર કે જેણે આખા ગામને પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું અને લગ્નની ખુશીમાં પોતાના જિલ્લામાં ચાલતા કન્યા ગુરુકુલને લાખો રૂપિયાનું દાન આપ્યું! ખેર, આને કહેવાય ભુવનેશ્વર કુમારનાં ઊંચા સંસ્કાર…! આમાંથી કંઈક શીખો!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top