SURAT

વિધર્મી સહકર્મીએ સુરતની આ હોસ્પિટલની નર્સને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ…

સુરત: અઠવા પોલીસની હદમાં આવેલી આસુતોષ હોસ્પિટલમાં (Asutosh Hospital) નર્સ (Nurse) તરીકે ફરજ બજાવતી યુવતી સાથે વિધર્મી સહકર્મીએ પ્રેમસંબંધ (Love Affair) બનાવી તેને અમદાવાદ અને દમણ લઈ જઈ શરીર સંબંધ બાંધી લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જેથી યુવતીએ અઠવા (Athwa) પોલીસ (Police) સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોટવિસ્તારમાં રહેતી 27 વર્ષીય અંજલી આસુતોષ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આસુતોષ હોસ્પિટલમાં જ કબીરખાન ઉર્ફે નદીમખાન અયુબખાન પઠાણ ઓપરેશન થિયેટરમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. અંજલી સાથે વર્ષ 2017 થી તે પરિચયમાં હતો. અને ત્યારબાદ તેમની વચ્ચે સંપર્ક વધતા પ્રેમસંબંધ બંધાયા હતા.

શરીર સંબંધ બાંધી તેની સાથે લગ્ન કરીશ તેવા વાયદા કર્યા હતા
કબીરે અંજલીને લગ્નની લાલચ આપી તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. એક વખત અમદાવાદ અને દમણ પણ ફરવા લઈ ગયો હતો. અને ત્યાં અંજલીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી તેની સાથે લગ્ન કરીશ તેવા વાયદા કરતો હતો. પરંતુ બાદમાં અંજલીને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. લગ્ન માટે ઇનકાર કરીને પણ પાછા અંજલી સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતા અંજલીએ ના પાડી તો કબીરે તેના મોબાઈલમાં અંજલીના ફોટા છે અને તે ફોટાઓ મીડીયામાં શેર કરી દેવાની તથા તેને પતાવી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે કબીરની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી.

વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો
સુરત: વરાછા પોલીસ સ્ટેશનના મર્ડર જેવા ગંભીર ગુનામાં છેલ્લાં ૨૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ઓડિસ્સાના ગંજામમાં વર્ષ-૧૯૯૪માં સુરત બોમ્બે માર્કેટ પાસે આવેલી વસાહતમાં કરાટે શીખતા છોકરાઓને કેમ મારા પાસેથી બીજા ઇસમ પાસે શીખવવા મોકલી દીધા છે એ બાબતે થયેલા ઝઘડામાં ગાળાગાળી બાદ મારામારી થતાં બંશી પ્રધાનની હત્યા થઈ હતી. આ કામે વરાછા પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ-૩૦૨, ૧૦૮, ૧૧૪ વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. દરમિયાન નાસતો ફરતો આરોપી બીપ ઉર્ફે બીપચરણ દિનબંધુ પ્રધાન (રહે., બલરી, પોસ્ટ-મદમુખ, થાણા-કોદળા, ગંજામ, ઓડિસ્સા)ને પકડી પાડવામાં આવ્યો હતો. આમ છેલ્લાં ૨૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

Most Popular

To Top