Gujarat

અમદાવાદમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઈલેક્ટ્રીકની દુકાનમાં (Electric Shop) કોમ્પ્યુટરની (Computer) મદદથી માંગો તે ડોક્યુમેન્ટ્સ નકલી (Fake Documents) બનાવી આપવામાં આવતા હતા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આ કૌભાંડ ચલાવતા એક આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

  • ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, વિવિધ મહાનગરપાલિકાના જન્મના દાખલા સહિત 27 વેબસાઈટ પરથી નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી વેચાતા હતા

ક્રાઈમ બ્રાન્ચના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ઓનલાઇન બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અમદાવાદ મનપા, વડોદરા મનપાના જન્મ મરણના દાખલા, તેમજ અન્ય દસ્તાવેજો જુદી જુદી 27 જેટલી વેબસાઈટ પરથી ઓનલાઇન નકલી દસ્તાવેજો બનાવી આપીને કૌભાંડ ચલાવતા આરોપી એજાજખાન પપ્પાખાન પઠાણ (રહે, સૈયદનગર, ફતેવાડી, જુહાપુરા)ની ધરપકડ કરી તેની પાસેથી બનાવટી બે આધાર કાર્ડ, 16 ચૂંટણી કાર્ડ, મનપાના જન્મ મરણના 11 દાખલાઓ જપ્ત કર્યા હતા.

આરોપીએ આ નકલી દસ્તાવેજો બનાવી આપવા પેટે 33,800ની રકમ લોકો પાસે પડાવી હોવાની હકીકત બહાર આવી છે. આરોપીએ 29 જેટલા ઓનલાઇન ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી લેપટોપ, મોબાઇલ, કોમ્પ્યુટર પ્રિન્ટર, સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ શરૂ કરી છે.

Most Popular

To Top