Gujarat

અમદાવાદમાં છેલ્લાં કેટલાંક કલાકથી પીવાના પાણીનો રેલો ઉછળીને 500 મીટર દુર ગટરમાં જઈને પડી રહ્યો છે

અમદાવાદ: એક તરફ કે જયાં ગરમી પોતાનો પ્રકોપ કરી રહી છે. પાણીની અછત ધણી જગ્યાએ સર્જાઈ રહી છે તેવા સમયે એવાં સમાચાર મળી આવ્યાં છે કે ગુજરાતના અમદાવાદમના મેમ્કો રેલવે ઓવરબ્રિજ પાસે પીવાની પાણીની લાઈનમા ભંગાણ સર્જાયું હતું જેના કારણે હજારો લીટર શુદ્ધ પાણીનો બગાડ થયો હતો.

  • અમદાવાદમના મેમ્કો રેલવે ઓવરબ્રિજ પાસે પીવાની પાણીની લાઈનમા ભંગાણ સર્જાયું
  • છેલ્લાં 10થી પણ વઘુ કલાકથી પીવાના ચોખ્ખાં પાણીનો રેલો ઉછળીને 500 મીટર દુર ગટરમાં જઈને પડી રહ્યો છે
  • મોસમી સમયમાં તંત્રની બેદરકારીનો ભોગ લોકોએ બનવું પડ્યું
  • સમગ્ર શહેર પૂરતા પ્રેશરથી પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યું છે

મળતી માહિતી મુજબ અમદાવાદના મેમ્કો રેલવે ઓવરબ્રિજ પાસે પીવાની પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. તંત્રએ કોઈ પણ કામગીરી ન કરી હતી તેમજ સમારકામ પણ કરાવ્યું નહતું. સમારકામ ન થવાના કારણે સવારથી સતત મુખ્ય પાઈપલાઈનમા ભંગાણને લઈને હજારો લીટર શુધ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. સ્થાનિકોએ એએમસીના તંત્રના પાણી ખાતામાં આ અંગે જાણ કરી હતી, તેમ છતાં પાણીના વેડફાટને અટકાવવા કોઈ અધિકારી કે પાણી ખાતાના કર્મચારી સ્થળ પર આવ્યાં ન હતાં કે સમારકામ પણ કરાવ્યું ન હતું. છેલ્લા દસ કલાકથી સ્થિત આવી હોવા થતાં તંત્રનાં કોઈ પણ અધિકારીએ આ સમાસ્યાનો ઉકેલ લાવવામાં સફળ રહ્યાં નથી.

એકતરફ કે જયાં પીવાનું પાણી પૂરતાં પ્રેશરથી મળતું નથી આ અંગેની ફરિયાદો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ શહેરભરમાં પાણીની અછત સર્જાતી હોવાની જાણકારી મળી રહી છે. ઉનાળાની આ આકરી ગરમીમાં શહેરવાસીઓની નજર સામે છેલ્લાં 10થી પણ વઘુ કલાકથી પીવાના ચોખ્ખાં પાણીનો રેલો ઉછળીને 500 મીટર દુર ગટરમાં જઈને પડી રહ્યો છે.

આ સ્થિતિને જોતા મેમ્કો રેલવે ઓવરબિજની આસપાસના વિસ્તારમાં ચોમાસાના વરસાદ બાદ ભરાયેલા પાણીમાં નાગરિકો અને વાહનચાલકોને વાહનો હંકારવાનો અનુભવ થઈ રહ્યો છે. આજે પીવાના પાણીના વેડફાટ સાથે પાણી ભરાઈ જતા કમોસમી સમયમાં તંત્રની બેદરકારીનો ભોગ લોકોએ બનવું પડ્યું હતું. એક બાજુ લોકોની હાલત ઉનાળામાં દયનીય બની છે, સમગ્ર શહેર પૂરતા પ્રેશરથી પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યું છે.

Most Popular

To Top