ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની રથયાત્રાને (Rath Yatra) ચર્ચાના અંતે લીલીઝંડી આપવામા આવી છે. અમદાવાદ પોલીસ અને જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે મહત્વની બેઠકમાં રથયાત્રાના સ્વરૂપને આખરી કરાશે. . કોરોનાનો ફેલાવો ન થાય તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનુ રહેશે તેવી માહિતી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યની તમામ રથયાત્રાઓને આ નિયમો લાગુ પડશે. અમદાવાદમાં ૧૯ કિલોમીટરની રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરીને પરત આવે ચારથી પાંચ કલાકના સમયગાળામાં પરત આવશે કેટલા સમય માટે જ કર્ફ્યુ (Curfew) રહેશે. પણ રથ મંદિર પહોંચે તે સાથે જ કરફ્યૂ સમાપ્ત થશે.
અમદાવાદમાં 144 મી રથયાત્રા નીકળશે. આ માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવાશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. તો CM અને DyCM પહિંદવિધિમાં હાજરી આપશે. કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે, જેમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ અપાય. માત્ર પાંચ વાહનોને જ રથયાત્રામાં પરવાનગી અપાઈ છે. સાથે જ આ વર્ષે રથયાત્રામાં આ વખતે પ્રસાદ વિતરણ નહિ થાય. ખાસ કરીને કોરોનાની સંભવિત 3જી લહેરની નિષ્ણાંતોએ ચેતવણી આપી છે ત્યારે રથયાત્રા દરમ્યાન ભકત્તોની ભીડ એકત્રિત ના થાય તે માટે જનતા કફર્યુ લાદવામા આવનાર છે. જયારે સવારે સાત વાગ્યે રથયાત્રા નીકળ્યા બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં ત્રણેય રથ મંદિરે પરત ફર તેવુ આયોજન આખરી કરાશે. સરસપુરમાં ત્રણેય રથ 10 મિનિટ માટે જ રોકાશે.
બીજી તરફ હવે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આગામી તા.10મી જુલાઈના રોજ અમદાવાદમાં મુલાકાતે આવી રહ્યાં છે. તા.11મી જુલાઈના રોજ સાણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સમારંભમાં હાજરી આપશે, જયારે અષાઢી બીજે વહેલી સવારે જમાલપુરમા જગન્નાથજી મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે હાજરી આપશે, તે પછી સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલ મંદિર ખાતે પહિન્દ વિધી કરશે. ખલાસી ભાઈઓ દ્વારા રથ ખેચીને રથયાત્રાનો આંરભ કરાશ . ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજય સરકરા ઈચ્છે છે કે રથયાત્રા નીકળે. જેમાં કેટલાંક નિયંત્રણો પણ ધ્યાને લેવાના રહેશે. ભકત્તો દર્શન કરવા રોડ પર આવી ના જાય તે માટે જનતા કફર્યુ પણ લદાશે.