અમદાવાદ: (Ahmedabad) સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે, તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને (Pramukhswami Maharaj) અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય ચેતનાને જાય છે, અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના ‘બીજાના ભલામાં આપણું ભલું’એ ભાવના સાચા અર્થમાં વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. ગૃહરાજ્ય મંત્રી(Home Minister) હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગુરુવારે પ્રમુખસ્વામી નગરની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, “આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાની તક મળી એ માટે હું આપ સૌનો આભારી છું.
લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવન પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે
આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશાં પ્રમુખસ્વામી મહારાજ અને આ બી.એ.પી.એસ. સંસ્થા હંમેશાં પ્રથમ ઊભા રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલાં સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવન પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. આ નગરમાં રોજ હજારો લાખો ભક્તો દર્શન કરવા આવે છે તે માત્ર સ્વામિનારાયણના જ ભક્તો નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચારોથી પ્રેરિત થઈને જીવન પરિવર્તનના ધ્યેય સાથે દેશ-વિદેશમાંથી આવનાર નાગરિકો છે.”