અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી (Pramukhswami) મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના (Corona) કેસોને લઈને પણ ચિતાનો વિષય બનતો જાય છે. આ સમયે સરકાર જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને તકેદારી રાખવા માટે જણાવી રહી છે.
કોરોના ગાઇડલાઇન જાહેર થઇ
હાલ ભારતમાં પણ કોરોનાના ખાતરાને ધ્યાનમાં રાખીને પ્રમુખનગરમાં વધતી ભક્તોની ભીડને જોતા કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે પછી આવતા હરિભક્તોએ સોશિયલ ડિસ્ટેન્સ જાળવવું પડશે અને સાથે માસ્ક પહેરવું પણ જરૂરી રહેશે. લોકો આવનાર સમયમાં પણ વધુ પ્રમાણમાં મુલાકાત લેશે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદેશથી આવતા ભક્તોનું કોરોના ટેસ્ટીંગ ફરજીયાત
અમદવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી સતાબ્દી મહોત્સવમાં પ્રમુખનગરમાં દેશ વિદેશથી પણ ભક્તોની ભીડ આવીરહી છે જેને જોતા હવે વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટીંગ કરવું ફરજીયાત કરી દીધું છે. શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફ ધરાવતા ભક્તોને એન્ટ્રીની મનાઈ કરવામાં આવશે. આ સાથે જ મહોત્સવમા ઠેર ઠેર સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી ગાઈડલાઈન્સનું અમલીકરણ આજથી કરવામાં આવશે.
રોશનીથી ઝળહળતી પ્રમુખનગરી
અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો આ નગરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે. તેમાય સાંજના સમયે આ નજારો નયનરમ્ય હોય છે. જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની તસવીરી ઝલક નઝારો અનેરો હોય છે. રંગબેરંગી લાઈટો પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. નગરમાં પ્રમુખસ્વામીની પ્રતિમા હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. જે પણ નગરમાં આવે તે આ પ્રતિમાની મુલાકાત અચૂક લે છે. રાત્રીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે.
રંગબેરંગી લાઇટોથી જાણે લાગ્યા ચાર ચાંદ
પ્રમુખ સ્વામી નગર રાત્રિના સમયે ઝળહળી ઉઠે છે. આખા નગરમાં ચારે તરફ રોશની કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી નગરમાં રાત્રિના સમયે લેસર એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં 25 હજાર લોકો એકસાથે શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાં સાંજે થતો લાઈટ અને સાઉન્ડ શો હજારોની સંખ્યામાં હરિભક્તો સાથે બેસીને નિહાળે છે. જ્યારે બાળકો માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું સૌથી મોટું આકર્ષણ અહીંની બાળનગરી છે. રંગ-બેરંગી લાઈટો બાળકોને બહુજ પસંદ પડી રહી છે.