અમદાવાદ: અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે પતિ (Husband) પત્ની (Wife) પર અત્યાર કરતો હોય પણ એવું ભાગ્યે જ સાંભળવા મળ્યું હોય કે એક પત્ની તેના પતિ સાથે ર્દુવ્યવહાર કે અત્યાર કરતી હોય. આવો જ એક કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) ઘટયો છે. જેમાં એક પત્ની તેના પતિ સાથે અત્યાર કરતી હતી. ધણાં સમય સુધી તો પતિ કંઈ ના બોલ્યો પણ થયું કંઈક એવું કે મામલો સીધો પોલીસ સ્ટેશન (Police Station) પહોંચી ગયો હતો.
જાણકારી મુજબ અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રહેલા હિમાંશુ ઉપાધ્યાયે તેમના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેઓના લગ્ન 2017માં થયાં હતા. લગ્નના 3 વર્ષ પછી તેઓની પત્નીએ તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. તેઓની પત્ની તેમની સાથે તેમજ સાસકરિયાઓ સાથે ખરાબ વર્તણૂક કરતી તેમજ પોતાના પતિને પણ રુમની બહાર સૂવા મજબૂર કરતી. ગયા વર્ષે જયારે હિંમાશુ ભાઈના ઘરવાળા સાથે તેઓની પત્નીની બોલાચાલી થઈ તો તે પોતાના પિયર જતી રહી હતી. જયારે હિમાંશુ ભાઈ તેમની પત્નીને લેવા ગયા ત્યારે તેઓની પત્નીના પિતાએ છોકરીને સલાહ આપી કે કોઈથી ડરવાનું નહીં, જે હોય તે બધાને કહી દેવાનું. આ વાત માની તેઓની પત્ની ફરી આવી તો ગઈ પણ ઘરમાં માત્રને માત્ર કંકાસ ઉભો કરતી. ત્યારે આ વચ્ચે એક દિવસ હિમાંશુ ભાઈ સૂઈ રહ્યાં હતા ત્યારે તેઓની પત્ની આવીને તેઓના ગાલ પર ચપ્પુ મારી દીધું હતું અને ધમકી આપી હતી કે, જો કોઈને કહેશો તો ગળા ઉપર ચપ્પુ મારીને જાનથી મારી નાખીશ. લોહી નીકળતા હિમાંશુએ બૂમાબૂમ કરી હતી, તેથી ઘરના લોકો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હિમાંશુના સ્વજનો તથા સ્વાતિના પરિવારે સમજાવવાથી હિમાંશુએ પોલીસ ફરિયાદ કરી ન હતી અને ત્યારથી સ્વાતિ પિયરમાં રહેવા માટે જતી રહી હતી. પરંતુ પિયરમાં રહેવા છતાં પણ સ્વાતિ હેરાન કરતા હિમાંશુએ પત્ની સ્વાતિ વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.