Sports

અમદાવાદમાં થશે સ્ટાર્સનો મેળાવડો, IPL સમાપન સમારોહમાં જોવા મળશે આ સ્ટાર્સ

અમદાવાદ : આજે સાંજે અમદાવાદ (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં (Narendra Modi Stadium) IPL-2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે તેમના હોમ ગ્રાઉન્ડમાં ટકરાશે. ફાઇનલ મેચનાં લાઇવ એક્શન સાથે તેનો સમાપન સમારોહ પણ થશે. આ સમાપન સમારોહ પણ ખાસ હશે કારણ કે આ સમાપન સમારોહમાં ઘણા વૈશ્વિક સ્ટાર્સ (Global stars) પરફોર્મ કરતા જોવા મળશે. જોકે વરસાદના ખલેલને કારણે તમામ કાર્યક્રમોની યોજના પણ બગડી શકે છે.

આઈપીએલ 2023ની શરૂઆત અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં થઈ હતી જ્યારે હવે તેનું સમાપન પણ ત્યાં જ થવા જઈ રહ્યુ છે. આ સમાપણ સમારોહ પણ ઓપનિંગ સેરેમનીની જેમ ખાસ હશે. કારણ કે ઘણા વૈશ્વિક સ્ટાર્સ આ સમાપણ સમારોહમાં પરફોર્મ કરતા જોઈ શકાશે.

સીઝનની શરૂઆતમાં મેચમાં આ બંને ટીમો વચ્ચે સામ-સામે થયો હતો
ખાસ વાત એ છે કે આ સીઝનની શરૂઆતમાં મેચમાં આ બંને ટીમો વચ્ચે સામ-સામે થયો હતો. ઓપનિંગ સેરેમની દરમિયાન અરિજીત સિંહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અરિજીત સિંહની સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ પોતાના ગોર્જિયસ લુકથી લાખો ફેંસના દિલ જીતા હતા. હવે સમાપન સમારોહનો વારો છે. આ ક્લોઝિંગ સેરેમનીમાં પણ અહીં અદભૂત નજારો જોવા મળી શકે છે.

અનેક હસ્તીઓ હાજરી આપશે
આ ક્લોઝિંગ સેરેમનીમાં અનેક હસ્તીઓ હાજરી આપશે. ભારતીય રેપર ડિવાઇન, સંગીત નિર્માતા ન્યુક્લિયા, કેનેડિયન પ્લેબેક સિંગર જોનિતા ગાંધી અને બ્રિટિશ સિંગર એશ કિંગ ઇવેન્ટ દરમિયાન પરફોર્મ કરતા જોવા મળશે. આ સાથે ક્લોઝિંગ સેરેમનીમાં રણવીર સિંહ અને મહાન સંગીતકાર એઆર રહેમાન પણ જોવા મળશે. સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે. આ ઇવેન્ટ પાર્ટનર JioCinema પર ઓનલાઈન જોઈ શકાય છે.

IPL-2023ના ઈતિહાસમાં પ્રથમ વખત બંને ટીમ ફાઈનલમાં એકબીજા સામે રમશે. ગુજરાતની આ બીજી સિઝન છે. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની હતી, પરંતુ ચેન્નાઈ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.

બંને ટીમોના ખેલાડીઓ
ગુજરાત ટાઇટન્સ(GT): હાર્દિક પંડ્યા (C), રિદ્ધિમાન સાહા (WK), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મેથ્યુ વેડ, જયંત યાદવ, દાસુન શનાકા, અભિનવ મનોહર, અલઝારી જોસેફ, દર્શન નલકાંડે, ઉર્વીલ પટેલ, યશ દયાલ,મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, શ્રીકર ભરત, શિવમ માવી ઓડિયન સ્મિથ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન.

ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK):એમએસ ધોની (C & WK), રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થિક્ષાના, સિસાંડા મગાલા , અજય જાદવ મંડલ , પ્રશાંત સોલંકી , સિમરજીત સિંહ , આરએસ હંગરગેકર , ભગત વર્મા , નિશાંત સિંધુ, મતિષા પથિરાના, મિશેલ સેન્ટનર, સુભ્રંશુ સેનાપતિ , શેખ રશીદ , આકાશ સિંહ , બેન સ્ટોક્સ , ડ્વેન પ્રિટોરિયસ.

Most Popular

To Top