Gujarat Main

અમદાવાદની તમાકુ ઉત્પાદક કંપની પર ઈન્કમટેક્સના દરોડા, 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા

અમદાવાદ: (Ahmedabad) આજે સોમવારે સવારે અમદાવાદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા મોટું સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. તમાકુનું ઉત્પાદન (Tobacco production) કરતી કંપનીના 15થી 20 ઠેકાણાઓ પર અધિકારીઓ દ્વારા એકસાથે તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રુપના માલિકોના સિંધુભવન રોડ પર આવેલા બંગલોમાં પણ અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.

  • અમદાવાદ આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
  • બાગબાન ગ્રુપના 20થી વધુ ઠેકાણા પર તપાસ
  • દરોડા કાર્યવાહીમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા
  • બાગબાન ગ્રુપના માલિકો મજેઠીયા પરિવારના ઘરે પણ તપાસ
  • બાગબાન ગ્રુપના રિઅલ એસ્ટેટમાં રોકાણ મળ્યા

અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી આજે સોમવારે સવારથી શરૂ કરવામાં આવી છે. 100થી વધુ અધિકારીઓનો કાફલો એકસાથે 20થી વધુ સ્થળો પર તપાસ કરી રહ્યાં છે. આવકવેરા વિભાગ દ્વારા બાગબાન ગ્રુપને (Baghban group) સકંજામાં લેવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા તમાકનું ઉત્પાદન કરવામાં આવે છે. બાગબાન ગ્રુપનું રિઅલ એસ્ટેટમાં (Real Estate) પણ મોટા પ્રમાણમાં રોકાણ હોવાનું આવકવેરા વિભાગના ધ્યાને આવતા દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. બાગબાન ગ્રુપના કૌશિક મજેઠીયા, રાજ્ય મજેઠિયા અને તેજસ મજેઠીયાના સિંધુ ભવન રોડ પર આવેલા બંગલોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

બાગબાન ગ્રુપ દ્વારા કરોડોની બેનામી મિલકતો ખરીદવામાં આવી હોવાનો ઘટસ્ફોટ
આવકવેરાના સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર પ્રાથમિક તપાસ દરમિયાન જ આવકવેરા અધિકારીઓને રૂપિયા 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિઅલ એસ્ટેટમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યુંછે. આ ગ્રુપ દ્વારા બેનામી મિલકતોની ખરીદી કરાઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. અધિકારીઓને કરોડોની રોકડ રકમ અને ઝવેરાત પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ અધિકારીઓ દ્વારા ઝવેરાત અને અન્ય બેનામી મિલકતોની વેલ્યુએશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Most Popular

To Top