ગાંધીનગર: વોટસએપ કે વીડિયો કોલીંગ દ્વારા ન્યૂડ કોલ (Nude call) આવે અને હની ટ્રેપમાં (Honeytrape) ફસાવવાનો પ્રયાસ થાય તો ફરિયાદ કરો, જરૂર પડ્યે ગૃહ વિભાગ પણ આરોપી પકડાય તે માટે મદદરૂપ બનશે, તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Hrash Sanghavi) કહ્યું હતું.
અમદાવાદમાં (Ahmedabad) ગૃહ રાજય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વ્હોટ્સએપથી કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જો ન્યૂડ કોલ આવે અને હનીટ્રેપમાં ફસાવવાની કોઈ કોશિશ કરે તો ડરવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ વિના સંકોચે પોલીસને જાણ કરીને ગૃહ વિભાગની મદદ લઈ શકે છે. કોઈની પણ જાળમાં ભૂલથી પણ ફસાઈ જાઓ તો ડરવાની કે તે વાતને છુપાવવાની જરૂર નથી. આવાં તત્વોના બ્લેકમેલથી બચવા માટે પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે. સંઘવીએ વધુમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટેની લડાઈમાં પોલીસને મદદ કરવા સૌને અપીલ કરી છે.
ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ પર બુલડોઝર ફેરવાના મામલે CMને ફરિયાદ: જવાબદારો સામે પગલા ભરવા માગ
ગુજરાત ખેડૂત સમાજની (Gujarat farmers society) ઓફિસનું ડીમોલેશન (demolition) કરી ગેરકાયદેસર (Illegal) રીતે હોદ્દેદારોને અટકાયત કરી સબ જ્યુડિસિયલ સિવિલ મેટરમાં માથું મારવા બદલ પોલીસ (Police) અધિકારીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી પગલાં ભરવા મુખ્યમંત્રીને લેખિત માં ફરિયાદ (FIR) કરવામાં આવી છે. એટલું જ નહીં પણ સહકાર કાયદાઓનો ખુલેઆમ ભંગ કરવા બદલ ધી પુરૂષોતમ ફાર્મર્સ કો ઓપરેટિવ જીનીંગ એન્ડ પ્રેસીન્ગ સોસાયટી લિ.ના સંચાલકો/હોદ્દેદારો સામે સહકાર વિભાગના કાયદાઓ અનુસાર પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ ખેડૂત સમાજે વિવિધ માગણીઓ કરી ન્યાય આપવા અપીલ કરી છે.
ખેડુત અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ ગુજરાત 1972 થી રાજ્યના ખેડૂતોના હિતમાં કાર્યો કરતું સંગઠન છે. આ સંગઠનમાં ખેડૂતોના હિતના વાત કરનાર પીઢ અને જાણીતા લોકો વર્ષોથી કાર્યરત છે. રાજ્યમાં ખેતી અને ખેડૂતોની વાત માટે સતત આ સંસ્થા લડત આપતી આવી છે અને ખેડૂતોના હિતમાં રજૂઆતો કરતી આવેલ છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે અને મોટા વિસ્તારોમાં થતાં અન્ય હેતુઓના જમીન સંપાદન, પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇનના આરઓયુમાં ખેડૂતોને નુકશાન, ખાતર તેમજ અન્ય ખેતીના વપરાશના સાધનોના ભાવ વધારા, બજાર ભાવ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો, ખેતીમાં પાક નુકશાન વિગેરે વિવિધ મુદ્દે કાયદાની મર્યાદામાં ખેડૂત હિતમાં રજૂઆતો, આંદોલનો, માંગો મૂકી ખેડૂતોને ન્યાય અપાવવા માટે સતત કાર્યરત છે.