Gujarat

અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રન, કાર ચાલકે રસ્તા પર ઉભેલા ત્રણને ઉડાવી દીધા

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં એક કાર ચાલકે (Car Driver) તા.31મી મેની રાત્રે કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને રોડ ઊભેલા પરિવારના ત્રણ સભ્યોને ઉડાવી દીધા હતા. જો કે કાર ચાલક ફરાર થી ગયો હતો જયારે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

31મી મેની રાત્રે નિકોલના બિલમેરી કોમ્પ્લેક્ષની સામે આવેલ ગુરુકુળ નજીક એક કાર ચાલકે પરિવારને અડફેટે લઇને ફરાર થયો હતો.આ હિટ એન્ડ રનની ઘટનામાં અંકિત વિરાણી અર્જુન કથીરિયા અને નાની બાળકી મનસ્વી નો સમાવેશ થવા પામ્યો છે. આ પરિવાર સાંજે જમ્યા પછી બાળકને સાયકલ પર ફેરવવા અને ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે એક કાર ચાલકથી પૂર ઝડપે આવી અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક અર્જુન માનસિંગ ઠાકોર- રહે ઓઢવ હોવાની વિગતો બહાર આવી છે. જો કે કારચાલક તથા તેનો પરિવાર ઘરને તાળુ મારીને નાસી છૂટયો હતો. પોલીસે આ કારચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top