અમદાવાદના વસ્ત્રાલમાં એક યુવતીને તેના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કરતો વીડિયો બનાવવાનું ભારે પડી ગયું હતું . તેનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેણે વીડિયોમાં એવું લખ્યું હતું કે, થેન્ક્યુ પાપા ફોર ધીસ, ઈટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ. યુવતીની પુછપરછ કરીને વીડિયો બતાવતાં તે વીડિયો યુવતીએ પોતાનો હોવાનું જણાવ્યું હતું. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે રામોલ પાસે રહેતી દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીડિયોમાં દેખાતી યુવતી દિપાલીના પિતા પાસે રિવોલ્વર માટેનું કોઈ લાયસન્સ ન હતું. જેથી પોલીસે બંન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
યુવતીએ વીડિયોમાં હાથમાં રીવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ હથિયાર બાબતે પુછતાં તેણે જણાવ્યું હતું કે તે તેના પિતા નરેશ ભાઈનું છે. 24મીએ દિવાળીની રાત્રે પોણા દસેક વાગ્યાના અરસામાં તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મનોરંજન માટે પોતે પોતાના પીતા નિરેશ ચંદેલ પાસેથી રિવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયર કર્યું હતું. તેઓની પાસે કોઈ લાઈસન્સ હતું નહીં.જેથી પોલીસે દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.