Vadodara

સ્વીટીના ૪૩ અસ્થિ, દાગીના, દાંત સહિતના વધુ પુરાવા એકત્ર કરતી અમદાવાદ ક્રાઇમબ્રાંચ

વડોદરા: માનવના વેશમાં દાનવ જેવી ક્રૂરતા આચરનાર પીઆઇ અજય દેસાઇએ નિર્દોષ સ્વીટીને મોતને ઉતારી નાખ્યા બાદ લાશની ઉપર ઘી નાખીને સળગાવી નાખી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમ્યાન અનેક મહત્વની કડીઓ એકત્ર કરી નાખતા પીઆઇ અને કીરીટસિંહ ઉપર આરોપનો ગાળીયો મજબૂતાઇ કસાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. વડોદરા ડભોઇ ડીવીઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકી અને કરજણ પોલીસને ૪૦ દિવસ સુધી તપાસમાં કઇ ના મળ્યુ તે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ ૪ દિવસમાં જ સ્વીટીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પીઆઇ અજય દેસાઇએ ઠંડા કલેજે ખૂન કર્યા બાદ પુરાવાનો નાશ કરવામાં લેશ માત્ર પાછી પાની કરી ન હતી. પંરતુ પાપ છાપરે ચડીને પોકારે તેય તેના મોબાઇલ ના લોકેશનએ જ ભાંડો ફોડી નાખ્યો.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ ત્રણ સાક્ષીઓના નિવેદન નોંધીને તપાસને વેગ આપ્યો હતો. જે પૈકીના એક સાક્ષીએ સળગતી લાશના ધુમાડાના ગોટેગોટા નજરે નિહાળ્યા હતા. પોલીસે સ્વીટીની લાશ સળગાવી એ ઘટનાસ્થળે જઇને વધુ એકવાર પંચનામુ કર્યુ હતુ. અને આરોપી કીરીટસિંહ જાડેજાએ ગોપાલકને જણાવે કે હત્યારા અજય દેસાઇના ઘરે દૂધ અને ઘી આપી આવજે. જેથી ઘી નો જથ્થો ગોપાલક આપી આવ્યો હતો. જે તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઝાપાના ફૂટેજ ક્રાઇમ બ્રાંચે એકત્ર કર્યા હતા. અને દુધ ઘી આપી જનાર ગોપાલકની ધનિષ્ઠ પૂછતાછ કરતા ગોપાલકે સ્પષ્ટ કબૂલાત કરી હતી કે અજય જાડેજાના ઘરે ઘી આપવાની તાકીદ કિરીટસિંહ જાડેજાએ કરતા હું જથ્થો કારમાં  મૂકીને આવ્યો હતો.

તે બાબતનુ નિવેદન પણ આપ્યુ હતુ. જે ઘી નો ઉપયોગ ખૂની પીઆઇએ અટાલી ખાતે હોટલની જગ્યામાં સ્વીટીની લાશ સળગાવવા કર્યો હતો. તદઉપરાંત આરોપીના એસડીએસ (સસ્પેન્ડેડ ડિટેક્શન ટેસ્ટ) અને પોલીસગ્રાફીના જે પરીક્ષણ કરાવ્યા હતા તે રીપોર્ટ પોઝીટીવ આવતા આરોપીઓ વધુને વધુ સકંજામા આવતા જણાય છે. 

Most Popular

To Top