Gujarat

અમદાવાદમાં કોરોના તોફાની બન્યો, સિવિલ હોસ્પિટલના નવ ડોક્ટર કોરોનાની ઝપટમાં

અમદાવાદ(Ahmedabad): અમદાવાદમાં કોરોના (Corona) તોફાની બન્યો છે અને તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) સર્જીકલ વિભાગના હેડ તબીબ સહિત નવ તબીબો અને આરએમઓ ઓફિસના કર્મચારી સહિત 10 કર્મચારીઓ કોરાના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જીકલ વિભાગના વડા ડૉ. હિતેન્દ્ર દેસાઇ (Dr. Hitendra Desai) કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેઓને હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય આઠ જેટલા તબીબો પણ કોરોના પોઝિટિવ (Possitive) આવ્યા છે તેમજ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના પી.આર.ઓ પણ કોરોના પોઝિટિવ આવતા આ તમામ કર્મચારીઓ ક્વોરન્ટાઈન થયા છે.

  • સિવિલ હોસ્પિટલના સર્જીકલ વિભાગના વડા ડૉ. હિતેન્દ્ર દેસાઇ કોરોનાની ઝપટમાં
  • સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના પી.આર.ઓ પણ કોરોના પોઝિટિવ
  • અમદાવાદ મનપા દ્વારા નવા કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદમાં હવે નવા 21 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : રસીકરણ અભિયાન તેજ બનાવાયું

અમદાવાદમાં શુક્રવારે વધુ નવા 2281 કેસો નોંધાયા છે. જેના પગલે અમદાવાદ મનપા દ્વારા નવા કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે અમદાવાદમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે.

અમદાવાદ મનપાના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું હાલમાં અમદાવાદમાં હાલમાં 120 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જ્યારે આજે વધુ નવા 21 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બનાવાયા છે. જેમાં કૃષ્ણનગર, સરખેજ, સેટેલાઈટ, જોધપુર ક્રોસ રોડ, ન્યૂ રાણીપ, નવા વાડજ, સાબરમતી ડી કેબીન, અખબાર નગર, નવા વાડજ, પાલડી, નારણપુરા, શ્રેયસ ટેકરા, માણેકબાગ, મોટોરા – સાબરમતી, જુના વાડજ, નવરંગપુરા, ન્યૂ વાસણા, શાહીબાગ ગીરધર નગર, નોર્થ બોપલ અને ગોતાનો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગરમાં અત્યાર સુધીમાં 87 લાખ લોકોને રસી અપાઈ છે. જેમાં 50,97,209 લોકોને પ્રથમ ડોઝ તથા 36,82,787 લોકોને બીજો ડોઝ અપાયો છે. જ્યારે 15થી 18 વર્ષના 24933 કિશોરોને રસી અપાઈ છે.

Most Popular

To Top