અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વર્ષ 2008માં 26મી જુલાઈના રોજ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb Blast Case 2008) થયા હતા. આ મામલે 77 આતંકવાદીઓની (terrorist) ધરપકડ કરી હતી. જે પૈકી 29 આરોપીઓને (accused) કોર્ટે (court) નિર્દોષ જાહેર કર્યા હતા, જો કે ત્યારબાદ આજે 49 દોષિતો માટે સજાનું એલાન કરવામાં આવ્યું છે. ઘટનાના 14 વર્ષે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જે સમગ્ર ભારત દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો સાબિત થયો છે. આ કેસમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. ત્યારે બાદ આજે કોર્ટે આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની (Life imprisonment) સજા સંભળાવી છે. તેમજ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.
આ કેસમાં 77 આરોપીઓ સામે અમદાવાદની ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનાવણી કરવામાં આવતા કોરોના કાળમાં પણ સુનાવણી થઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, જો કે ત્યારબાદ આજે 49 દોષિતોને સાબરમતી જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી રજુ કરવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. કેસમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. બચાવ પક્ષના વકીલ ઘ્વારા મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી. તેમજ આરોપી ને સુધરવા માટે એક તક આપવાની રજૂઆત ઋષિ વાલ્મીકિનું ઉદાહરણ આપી કરી છે. જેની સામે સરકારી વકીલએ જણાવ્યું કે વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારવાનો અવકાશ હોય.. દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો જોવાની જણાવી મહત્તમ સજાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનાવણી કરવામાં આવતા કોરોના કાળમાં પણ સુનાવણી થઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, જો કે ત્યારબાદ આજે 49 દોષિતોને સાબરમતી જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી રજુ કરવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. કેસમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. બચાવ પક્ષના વકીલ ઘ્વારા મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી. તેમજ આરોપી ને સુધરવા માટે એક તક આપવાની રજૂઆત ઋષિ વાલ્મીકિનું ઉદાહરણ આપી કરી છે. જેની સામે સરકારી વકીલએ જણાવ્યું કે વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારવાનો અવકાશ હોય.દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો હોવાથી મહત્તમ સજાની માંગ કરાય છે.
રેરેસ્ટ ઓફ રેર કેસ, પ્રોસિક્યુશનની દલીલ
આ કેસમાં પ્રોસિક્યુશનએ દલીલ કરતા જણાવ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. બૉમ્બ બ્લાસ્ટ આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ઇજાઓ પામ્યા છે, તેમનાં પરિવારજનોની સ્થિતિ કોર્ટ ધ્યાનમાં લે. આ ઘટના હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓ પર કોઈ રહેમ ના રાખવી જોઈએ. ત્યારે આ મામલે અંતે કોર્ટ સજાનું એલાન કર્યું હતું. કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.
આરોપીઓની કોર્ટમાં દલીલો
આરોપીઓ કોર્ટમાં સુનાવણી દરમ્યાન દલીલો કરી હતી. જેમાં એક આરોપીએ આ કેસ સાથે મારે કોઈ સંબંધ નથી મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક આરોપીએ જણાવ્યું કે તેઓ એ કયા કેસોમાં દોષિત ઠેરવ્યા છે તે જણાવ્યું ન નથી. માત્ર તેઓ દોષી છે તે જ કહ્યું…અન્ય એક આરોપીએ ભગવાનને યાદ કરી નિર્ણય તેમના પર છોડ્યો હોવાં જણાવ્યુ છે.
ઘટનાના 14 વર્ષે પછી પણ 8 આરોપી પોલીસ પકડથી દૂર
અમદાવદમાં સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે, જ્યારે હજુ આ કેસમાં 8 આરોપી એવા છે, જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્હીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમાં છે.
દેશના ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો
સૌપ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી. ચુકાદાને દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો માનવામાં આવી રહ્યો છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ફાંસીનો આંકડો વધુ હતો.હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.
આવો હતો ઘટના ક્રમ, સવા કલાકમાં જ થયા હતા 21 બૉમ્બ બ્લાસ્ટ
વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ દિવસ અમદાવાદ વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. રાયપુર, નારોલ, મણિનગર સરખેજ, સારંગપુર, બાપુનગર, રખિયાલ, હાટકેશ્વર, એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. બૉમ્બ બ્લાસ્ટ ના પગલે 56 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 240 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના એ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની દિવસ રાત એક કરી રહી હતી. અંતે આ મામલે 19 દિવસમાં 30 આરોપીઓને ઝડપી પાડવામાં સફળાતા હાથ લાગી હતી.