Gujarat Main

આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા યુવકનો ઈ-મેઈલ આવ્યો, “પોતાની મરજીથી એકાંતમાં જઈ રહ્યો છું”

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના આસારામ આશ્રમમાંથી (Asaram Ashram) ગુમ થયેલા હૈદરાબાદના યુવકનો આજે ઇ-મેલ આવ્યો હતો, આ ઈ-મેઈલમાં (Email) તેણે પોતાની મરજીથી એકાંતમાં જઈ રહ્યો છું, જેથી આશ્રમ પર ખોટા આક્ષેપ ન કરવામાં આવે, તેવું જણાવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા આ ઇ-મેઈલની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ઈમેઈલ ખરેખર સાચો છે કે ખોટો.

ગુમ થયેલા યુવક (Missing Man) વિજય યાદવના ભાઈ સંજય યાદવે આ ઇ-મેઇલ અંગે શંકા ઉભી કરતા કહ્યું હતું કે ઇ-મેઇલમાં લખાયેલા શબ્દો તેના ભાઈના લાગતા નથી. જો તેને ઇ-મેઇલ કરવો હોય તો પરિવારજનોને કર્યો હોય. અથવા તો મોબાઇલ ફોન દ્વારા વાત કરી હોત. બીજી બાજુ આશ્રમને આ ઇ-મેઇલ સાંજે 7 વાગ્યાની આસપાસ મળ્યો હતો, પરંતુ તેની જાણ રાત્રે 8 વાગ્યે કેમ કરવામાં આવી આ બાબત શંકા ઉપજાવે છે.

આ સમગ્ર બાબત અંગે ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુમ થયેલા યુવક દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેઇલ આઇડીની ટેકનીકલ એનાલીસીસ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુમ થયેલા યુવક અને પરિવારજનોના સભ્યોના મોબાઈલ ફોનના કોલ ડિટેલ્સ મેળવીને તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આસારામ આશ્રમમાં બાળકો પર મેલી વિદ્યાના નામે હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના બહાને દુષ્કર્મ આચરવાનો કેસ હોય અવાર નવાર આક્ષેપો સાથે વિવાદોમાં સપડાયેલો રહ્યો છે. ઉપરાંત આસારામનો પુત્ર નારયણ સાંઈ પણ ગુનાઓમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું હતુ. જો કે હાલ બાપ અને દિકરો હાલ બંન્ને જેલમાં છે તેમ છતા પણ આશ્રમમાં હજી પણ આ પ્રકારની જ ગતિવિધિઓ ધમધમી રહી હોય તેમ ચર્ચાએ જોર પકડ્યું છે. વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં આસારામ આશ્રમમાંથી યુવક ગુમ થયો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે હૈદરાબાદમાં રહેતો વિજય નામનો યુવક તેના મિત્ર સાથે ભક્તિમાં લીન થવા માટે અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામના આશ્રમમાં આવ્યો હતો. જો કે છેલ્લા એક અઠવાડીયાથી તે ક્યાંક ગુમ થઈ ગયો હોવાનું તથા કોઈના સંપર્કમાં પણ ન હોવાનું સામે આવ્યું હતુ. વિજયના માતા-પિતા અવાર નવાર તેને ફોન કરી તથા તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન હોવાથી અઠવાડીયા બાદ તે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. દિકરાને શોધવા માટે ધમપછાડા કરી રહ્યા હતા તેમ છતા પણ તેમનો દિકરો મળી આવ્યો ન હોવાથી ચિંતિત બનેલા માતા પિતા પોલીસની મદદ માંગવા પહોંચ્યા હતા. 

Most Popular

To Top