Sports

ટી-20 વર્લ્ડકપ પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમ વિવાદમાં સપડાઈ, એબી ડી વિલયર્સે કહ્યું, ‘આ શરમજનક છે!’

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ મોટા વિવાદમાં સપડાઈ છે. વંશીય ક્વોટા વિવાદનું કારણ બન્યો છે. ખરેખર દક્ષિણ આફ્રિકામાં નારાજગીનું કારણ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટેની ટીમમાં માત્ર એક અશ્વેત આફ્રિકન ખેલાડીની પસંદગી છે.

આ મામલે દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે પણ ટીપ્પણી કરી છે. એબી ડી વિલિયર્સ એ કહ્યું કે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવા માટેનું અભિયાન શરૂ કરે તેના થોડા દિવસો પહેલા દેશમાં એકમાત્ર ચર્ચા ટીમમાં વંશીય ક્વોટાની છે. તે બાબતનું મને આશ્ચર્ય નથી.

ડી વિલિયર્સે કહ્યું આ પ્રકારની સ્થિતિ પહેલા પણ બની છે. 2018માં નિવૃત્ત થયેલા ડી વિલિયર્સ ખુશ છે કે તે હવે આ પરિસ્થિતિનો માત્ર દર્શક છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક ડી વિલિયર્સે , આના પર ધ્યાન કેન્દ્રિત કરીને ટૂર્નામેન્ટમાં જવું શરમજનક છે. આ કંઈ નવું નથી, તે માત્ર શરમજનક છે.

ડી વિલિયર્સે વધુમાં કહ્યું, વર્લ્ડ કપ પહેલા હંમેશાની જેમ દક્ષિણ આફ્રિકાની ટીમ ઘરઆંગણે કેટલાંક વિવાદોનો સામનો કરી રહી છે.’ મને લાગે છે કે આ એક સારી ટીમ છે. લુંગીની પસંદગી નહીં થઈ તે તેના માટે નિરાશાજનક છે, પરંતુ તે અમુક અંશે ફોર્મ ગુમાવી બેઠો છે. તેને થોડી ઈજાઓ થઈ છે. અન્યથા તે કદાચ ટીમમાં હોત અને દેશમાં કોઈ વિવાદ ન થયો હોત.

આ મહિનાની શરૂઆતમાં ટીમની પસંદગી પછી ભૂતપૂર્વ રમત પ્રધાન ફિકીલે મ્બાલુલા અને પૂર્વ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) અને ICC પ્રમુખ રે માલીએ ટીમની રચના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાલમાં ક્રિકેટ દક્ષિણ આફ્રિકા પાસે પસંદગીકારોની સમિતિ નથી અને ટીમની પસંદગી મુખ્ય કોચ શુક્રી કોનરાડ (ટેસ્ટ) અને રોબ વોલ્ટર (વ્હાઈટ બોલ ફોર્મેટ કોચ) દ્વારા કરવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાને હંમેશા ‘ચોકર’ માનવામાં આવે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હારી જાય છે. ટીમ ટુર્નામેન્ટ પહેલા મજબૂત દાવેદારોમાંની એક છે પરંતુ વાસ્તવમાં અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. દક્ષિણ આફ્રિકા તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે 8 જૂને ન્યૂયોર્કમાં રમશે.

દક્ષિણ આફ્રિકામાં ટીમ પસંદગીના શું છે નિયમ?
દક્ષિણ આફ્રિકાની 2016 માં રજૂ કરવામાં આવેલી નીતિ અનુસાર દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં સરેરાશ ઓછામાં ઓછા 6 અશ્વેત ખેલાડીઓનો સમાવેશ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછા બે અશ્વેત આફ્રિકન હોવા જોઈએ.

T20 વર્લ્ડ કપની ટીમમાં કાગીસો રબાડા એકમાત્ર અશ્વેત આફ્રિકન છે, જ્યારે અન્ય એક અશ્વેત આફ્રિકન લુંગી એનગિડી રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે. અશ્વેત ખેલાડીઓમાં રીઝા હેન્ડ્રિક્સ, બ્યોર્ન ફોર્ટ્યુઈન, કેશવ મહારાજ, તબરેઈઝ શમ્સી અને ઓટનિલ બાર્ટમેનનો સમાવેશ થાય છે.

2016માં આ પોલિસી આવી તે પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમમાં અશ્વેત ખેલાડીઓના સમાવેશ માટે કોઈ અલગ કાયદો નહોતો. પરંતુ 2016 માં રજૂ કરવામાં આવેલી નીતિ સાથે, દક્ષિણ આફ્રિકાની ટીમમાં અશ્વેત ખેલાડીઓ માટે દરવાજા ખુલી ગયા.

Most Popular

To Top