અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીનું (Election) પરિણામને (Result) માત્ર એક દિવસ જ રહ્યો ગયો છે. 8 ડિસેમ્બરે એટલે કે ગુરૂવારે પરિમાણ જાહેર કરવામાં આવશે. પરંતુ પરિણામ આવે તે પહેલા જ દાહોદ (Dahod) ગરમાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દાહોદના સ્ટ્રોંગ રૂમ (Strong Room) આગળ કોંગ્રેસ (Congress) અને આપના (AAP) કાર્યકરોએ હંગામો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં EVM મશીનને મૂકવામાં આવ્યા છે તે કોલેજની બહાર પાર્ટીના કાર્યકરો પહોંચી ગયા છે. જો કે આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કાર્યકરોને સમજાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મતદાન થયા બાદ EVM મશીનને દાહોદનાં સ્ટ્રોંગ રૂમમાં સાચવીને મૂક્વામાં આવ્યા છે. ત્યારે આ સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધતા ભાગદોડ મચી ગઈ હતી. સ્ટ્રોંગ રૂમની બહાર કેટલાક લોકો આટાફેરા કરે છે એવા સમાચાર આગની જેમ ફેલાયા હતા. જેના પગલે કોંગ્રેસ અને આપના કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા. અને સ્ટ્રોંગ રૂમની બહાર હંગામો મચાવ્યો હતો. જો કે હંગામાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કોંગ્રેસ અને આપના કાર્યકરોમે સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર સ્ટ્રોંગ રૂમની બહાર એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતુ. વિદ્યાર્થીઓ ગેટ પાસે અવરજવર કરતા હોવાથી શંકાઓ ઉભી થઈ હતી. જો કે આ અંગે માહિતી મળતા જ કોંગ્રેસ અને આપના કાર્યકરો દોડી આવ્યા હતા. ત્યારે પોલીસે સમયસર પહોંચી હંગામાને આગળ વધારતા અટકાવ્યો હતો. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ અને આપના કાર્યકરોનું કહેવું છે કે તેઓ આખી રાત આ ગેટની બહાર પહેરો ભરશે. કાર્યકરોએ જણાવ્યું હતુ કે, જ્યાં સુધી મતગણતરી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં.
આ અગાઉ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે વિધાનસભાની ચૂંટણી દરમિયના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારમારીની ઘટના બની હતી. પીપેર ફળિયા બુથ કેન્દ્ર કોંગી કાર્યકરને ચપ્પુ મારવાની ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ઘટના બનતાની સાથે જ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મારામારીમાં સંડોવાયેલા ચાર લોકોની વિરુદ્ધમાં હત્યાના પ્રયાસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.