ખેતી કાયદાઓ પાછા ખેંચાયા હોવાની જાહેરાતનો બે પ્રકારના લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો છે. મોટે ભાગે પંજાબ અને હરિયાણાના હતા તેવા આંદોલનકારી ખેડૂતોએ ઉજવણી કરી. તેમના પ્રતિકારે તેમને એક વિખ્યાત નાગરિક હક્ક વિજય અપાવ્યો. બીજા પ્રકારના લોકો એ હતા જેમને આ નિર્ણયથી ક્રોધ ચડયો હતો અને તેઓ મધ્યમ વર્ગના અને પત્રકારો હતા અને ખેડૂતો ન હતા. તેઓ વડાપ્રધાનના ટેકેદારો છે અને તેમને માટે આ પગલું સ્વીકાર્ય ન હતું કારણ કે તેમાં પીછેહઠ દેખાય છે. બીજા પ્રકારના લોકોને ખેતીવાડી સાથે કંઇ લેવા દેવા નથી અને આ કાયદાઓ તેમને સ્પર્શ કરતા ન હતા.
તેઓ અને તેમના જેવા લોકો ‘સુધારા’ શબ્દ તેનો અર્થ સમજયા વગર ઉપયોગ કરે છે. આ શબ્દ હકારાત્મક ધ્વનિ ધરાવે છે અને આપણે જયારે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કંઇક ‘સારું છે’ એવું કહેવા તેનો ઉપયોગ કરીએ છીએ. આવો બીજો શબ્દ ‘વિક્ષેપ’ વપરાય છે. તેનો અર્થ પણ ‘કંઇક સુધારો’ એવો થાય છે. શબ્દ કોશમાં આ શબ્દો અંગ્રેજીમાં છે reform અને disruption આ સંદર્ભમાં કહીએ તો આ કાયદાઓની વિરોધ કરતા ખેડૂતોના કહેવા મુજબ તેમની પ્રાપ્તિ અને કૃષિ પેદાશની બજારોને નકારાત્મક અસર થતી હતી. તેઓ સાચા હતા કે ખોટા? સુધારો સારો હતો કે ખરાબ? જેમણે કયારેય ખેતીવાડી બજાર સમિતિ સાથે વેપાર-ધંધો નહીં કર્યો હોય કે આડતિયાને મળ્યા ન હોય કે જુવાર અને બાજરી વચ્ચેનો તફાવત જાણતા ન હોય તેમને શું ખબર પડે? છતાં આપણી પાસે સુધારાને વધારે વજન આપનારા બિનખેડૂતો છે.
જેને માટે સુધારા થયા છે તે વિષય સાથે કોઇ સીધો સંબંધ નહીં ધરાવતા લોકોએ બીજું વિચારવું જોઇએ. ભારતમાં અને તેમાંય ખાસ કરીને છેલ્લા આઠ વર્ષમાં સુધારા અને હિંમતભર્યા પગલાન આયોજન વગર લેવાયા છે. તા. 8મી નવેમ્બર 2016ના દિવસે કેબિનેટને કંઇક મહત્વની ચર્ચા કરવા બોલાવાઇ હતી. પણ દરેક પ્રધાનોને તેઓ આવે ત્યારે તેમના મોબાઇલ ફોન બહાર મૂકીને આવવા કહેવાયું હતું. બેઠક પછી વડાપ્રધાને લોકોને કહ્યું કે રૂા.500 અને રૂા.1000ની નોટ કાયદેસરનું ચલણ નથી.
આ નિર્ણય આવી રહ્યો છે તેની કેબિનેટ પ્રધાનોને જાણ નહોતી કરાઇ તેથી આ પ્રધાનોને ખબર ન હતી કે આ નિર્ણય આવી રહ્યો છે. તેમને તેમના ખાતાઓએ આ પગલાનું શું પરિણામ આવશે શું સમસ્યા આવશે કે શું ઉકેલ છે તે વિચારવાનો સમય જ ન અપાયો. નોટબંધીની જાહેરાત થયા પછી આ બધું થયું અને પછી શું થયું તે આપણે બધા જાણીએ છીએ. ગયા વર્ષે તા. 24મી માર્ચે ભારતીયોને એવું કહેવામાં આવ્યું કે આગામી ત્રણ અઠવાડિયાતમે તમારા ઘરમાં જ કેદ છો.
ઘણા લોકોને ખોરાક, પૈસા કે કામ વગર બંધ કરવામાં આવ્યા હતા. આ વર્ષના માર્ચમાં બી.બી.સી.એ માહિતી અધિકારની 240 અરજી સરકાર સમક્ષ નોંધાવી સવાલ કર્યો કે એ રાતે આખા દેશમાં લોકડઉનની જાહેરાત કરતા પહેલા કયા મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું? તેમને જાણવા મળ્યું કે નિર્ણય લેવાયો અને અમલમાં મૂકાયો તે પહેલા કોઇ મંત્રાલય સાથે મસલત નહોતી કરાઇ. કોઇ નિષ્ણાતને પણ પૂછવામાં આવ્યું નહીં! શું પરિણામ આવ્યુંએ આપણે સૌએ અનુભવ્યું!
શ્રીલંકામાં લોકડાઉનના સપ્તાહો પહેલા સરકારે બાંધકામનાં સ્થળોએ કામ બંધ રાખવાનું, આસપાસમાં ખોરાક-પાણી વહેંચવાની વ્યવસ્થા ગોઠવવાનું કહેવામાં આવ્યું પછી લોકડાઉનનો અમલ થયો. ભારતમાં આવું કંઇ થયું નહીં! ઇરાદાપૂર્વકના અને અચાનક ફેરફાર રાબેતાની પરિસ્થિતિમાં કરવામાં આવે એને વિક્ષેપ એટલે કે ‘disruption’ કહેવામાં આવે છે. શબ્દકોશ કહે છે કે રાબેતા મુજબ કે ધારણા કે અપેક્ષા મુજબ ચાલતા કોઇ તંત્ર, પ્રક્રિયા કે ઘટનાને અટકાવવી તે વિક્ષેપ કહેવાય. મધ્યમ વર્ગના લોકો અને પત્રકારો આ શબ્દ હકારાત્મક રીતે વાપરે છે પણ જેના જીવનમાં વિક્ષેપ પડે છે અને તેમને માટે વિક્ષેપ એટલે શું તે જોઇને તેના માટે વિચારણા થવી જોિએ.
સહાયવાળુ અનાજ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ ફરજીયાત કરાયો હોવાથી ઘણા ગરીબો તેમના હક્કનું અનાજ નહીં લઇ શકયા કારણ કે જોડાણ થઇ શકયું નહીં અથવા મજૂરી કરીને તેમના આંગળાની છાપ ઘસાઇ ગઇ અને નોંધાયેલી છાપ કરતા અલગ થઇ ગઇ. પત્રકારો માટે તો પાત્ર ઠરનાર સુધી લાભ પહોંચે તે માટે આધારકાર્ડનો ફરજીયાત ઉપયોગ માસ્ટર સ્ટ્રોક હતો અને હકીકતમાં યુપીએ અને એનડીએ બંને સરકારોએ આધારકાર્ડ જોડવાનો આગ્રહ રાખ્યો હતો પણ આપણે જેને સુધારો કરીએ છીએ તે આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે તેને માટે ખરેખરી સમસ્યાઓ છે અને હાનિકારક છે.
મારે માટે તો અને મારા જેવા લોકો માટે નોટબંધી ખાસ સમસ્યા ન હતી કારણ કે ઓનલાઇન અને કાર્ડથી પૈસાની લેવડદેવડ થતી હતી. એ અર્થમાં તે આપણા માટે વિક્ષેપ પણ નહતો પણ મોટે ભાગે રોકડમાં વ્યવહાર કરનાર અર્થતંત્ર અંશત: ઠપ્પ પડી ગયું! આપણામાંથી કેટલાક તેને ‘સુધાર’ તરીકે વધાવી પણ લેશે. પણ અન્ય કેટલાક લોકો તેને હકારાત્મક રીતે જોતા હતા. આપણા માંથી કેટલાક માનીએ છીએ કે મજબૂત, હિંમતભર્યા અને મક્કમનિર્ણયો અન્યો માટે ઘાતકી, સખત અને અસર જોઇતા હોય છે. ખેતીના કાયદામાં જે કંઇ થયું તેને આપણે જે રીતે જોઇએ ત્યારે આ બાબતની વિચારણા કરવી જોઇએ. આ કાયદાઓ એટલા માટે પાછા ખેંચાયા કે જેઓ આ કાયદાનો પોતાના જીવન અને રોજીરોટી તેમજ પરિવાર માટે શું અર્થ થાય છે તે સમજીને એક વર્ષથી અડગ રહ્યા અને કહ્યું: ના. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખેતી કાયદાઓ પાછા ખેંચાયા હોવાની જાહેરાતનો બે પ્રકારના લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો છે. મોટે ભાગે પંજાબ અને હરિયાણાના હતા તેવા આંદોલનકારી ખેડૂતોએ ઉજવણી કરી. તેમના પ્રતિકારે તેમને એક વિખ્યાત નાગરિક હક્ક વિજય અપાવ્યો. બીજા પ્રકારના લોકો એ હતા જેમને આ નિર્ણયથી ક્રોધ ચડયો હતો અને તેઓ મધ્યમ વર્ગના અને પત્રકારો હતા અને ખેડૂતો ન હતા. તેઓ વડાપ્રધાનના ટેકેદારો છે અને તેમને માટે આ પગલું સ્વીકાર્ય ન હતું કારણ કે તેમાં પીછેહઠ દેખાય છે. બીજા પ્રકારના લોકોને ખેતીવાડી સાથે કંઇ લેવા દેવા નથી અને આ કાયદાઓ તેમને સ્પર્શ કરતા ન હતા.
તેઓ અને તેમના જેવા લોકો ‘સુધારા’ શબ્દ તેનો અર્થ સમજયા વગર ઉપયોગ કરે છે. આ શબ્દ હકારાત્મક ધ્વનિ ધરાવે છે અને આપણે જયારે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કંઇક ‘સારું છે’ એવું કહેવા તેનો ઉપયોગ કરીએ છીએ. આવો બીજો શબ્દ ‘વિક્ષેપ’ વપરાય છે. તેનો અર્થ પણ ‘કંઇક સુધારો’ એવો થાય છે. શબ્દ કોશમાં આ શબ્દો અંગ્રેજીમાં છે reform અને disruption આ સંદર્ભમાં કહીએ તો આ કાયદાઓની વિરોધ કરતા ખેડૂતોના કહેવા મુજબ તેમની પ્રાપ્તિ અને કૃષિ પેદાશની બજારોને નકારાત્મક અસર થતી હતી. તેઓ સાચા હતા કે ખોટા? સુધારો સારો હતો કે ખરાબ? જેમણે કયારેય ખેતીવાડી બજાર સમિતિ સાથે વેપાર-ધંધો નહીં કર્યો હોય કે આડતિયાને મળ્યા ન હોય કે જુવાર અને બાજરી વચ્ચેનો તફાવત જાણતા ન હોય તેમને શું ખબર પડે? છતાં આપણી પાસે સુધારાને વધારે વજન આપનારા બિનખેડૂતો છે.
જેને માટે સુધારા થયા છે તે વિષય સાથે કોઇ સીધો સંબંધ નહીં ધરાવતા લોકોએ બીજું વિચારવું જોઇએ. ભારતમાં અને તેમાંય ખાસ કરીને છેલ્લા આઠ વર્ષમાં સુધારા અને હિંમતભર્યા પગલાન આયોજન વગર લેવાયા છે. તા. 8મી નવેમ્બર 2016ના દિવસે કેબિનેટને કંઇક મહત્વની ચર્ચા કરવા બોલાવાઇ હતી. પણ દરેક પ્રધાનોને તેઓ આવે ત્યારે તેમના મોબાઇલ ફોન બહાર મૂકીને આવવા કહેવાયું હતું. બેઠક પછી વડાપ્રધાને લોકોને કહ્યું કે રૂા.500 અને રૂા.1000ની નોટ કાયદેસરનું ચલણ નથી.
આ નિર્ણય આવી રહ્યો છે તેની કેબિનેટ પ્રધાનોને જાણ નહોતી કરાઇ તેથી આ પ્રધાનોને ખબર ન હતી કે આ નિર્ણય આવી રહ્યો છે. તેમને તેમના ખાતાઓએ આ પગલાનું શું પરિણામ આવશે શું સમસ્યા આવશે કે શું ઉકેલ છે તે વિચારવાનો સમય જ ન અપાયો. નોટબંધીની જાહેરાત થયા પછી આ બધું થયું અને પછી શું થયું તે આપણે બધા જાણીએ છીએ. ગયા વર્ષે તા. 24મી માર્ચે ભારતીયોને એવું કહેવામાં આવ્યું કે આગામી ત્રણ અઠવાડિયાતમે તમારા ઘરમાં જ કેદ છો.
ઘણા લોકોને ખોરાક, પૈસા કે કામ વગર બંધ કરવામાં આવ્યા હતા. આ વર્ષના માર્ચમાં બી.બી.સી.એ માહિતી અધિકારની 240 અરજી સરકાર સમક્ષ નોંધાવી સવાલ કર્યો કે એ રાતે આખા દેશમાં લોકડઉનની જાહેરાત કરતા પહેલા કયા મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું? તેમને જાણવા મળ્યું કે નિર્ણય લેવાયો અને અમલમાં મૂકાયો તે પહેલા કોઇ મંત્રાલય સાથે મસલત નહોતી કરાઇ. કોઇ નિષ્ણાતને પણ પૂછવામાં આવ્યું નહીં! શું પરિણામ આવ્યુંએ આપણે સૌએ અનુભવ્યું!
શ્રીલંકામાં લોકડાઉનના સપ્તાહો પહેલા સરકારે બાંધકામનાં સ્થળોએ કામ બંધ રાખવાનું, આસપાસમાં ખોરાક-પાણી વહેંચવાની વ્યવસ્થા ગોઠવવાનું કહેવામાં આવ્યું પછી લોકડાઉનનો અમલ થયો. ભારતમાં આવું કંઇ થયું નહીં! ઇરાદાપૂર્વકના અને અચાનક ફેરફાર રાબેતાની પરિસ્થિતિમાં કરવામાં આવે એને વિક્ષેપ એટલે કે ‘disruption’ કહેવામાં આવે છે. શબ્દકોશ કહે છે કે રાબેતા મુજબ કે ધારણા કે અપેક્ષા મુજબ ચાલતા કોઇ તંત્ર, પ્રક્રિયા કે ઘટનાને અટકાવવી તે વિક્ષેપ કહેવાય. મધ્યમ વર્ગના લોકો અને પત્રકારો આ શબ્દ હકારાત્મક રીતે વાપરે છે પણ જેના જીવનમાં વિક્ષેપ પડે છે અને તેમને માટે વિક્ષેપ એટલે શું તે જોઇને તેના માટે વિચારણા થવી જોિએ.
સહાયવાળુ અનાજ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ ફરજીયાત કરાયો હોવાથી ઘણા ગરીબો તેમના હક્કનું અનાજ નહીં લઇ શકયા કારણ કે જોડાણ થઇ શકયું નહીં અથવા મજૂરી કરીને તેમના આંગળાની છાપ ઘસાઇ ગઇ અને નોંધાયેલી છાપ કરતા અલગ થઇ ગઇ. પત્રકારો માટે તો પાત્ર ઠરનાર સુધી લાભ પહોંચે તે માટે આધારકાર્ડનો ફરજીયાત ઉપયોગ માસ્ટર સ્ટ્રોક હતો અને હકીકતમાં યુપીએ અને એનડીએ બંને સરકારોએ આધારકાર્ડ જોડવાનો આગ્રહ રાખ્યો હતો પણ આપણે જેને સુધારો કરીએ છીએ તે આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે તેને માટે ખરેખરી સમસ્યાઓ છે અને હાનિકારક છે.
મારે માટે તો અને મારા જેવા લોકો માટે નોટબંધી ખાસ સમસ્યા ન હતી કારણ કે ઓનલાઇન અને કાર્ડથી પૈસાની લેવડદેવડ થતી હતી. એ અર્થમાં તે આપણા માટે વિક્ષેપ પણ નહતો પણ મોટે ભાગે રોકડમાં વ્યવહાર કરનાર અર્થતંત્ર અંશત: ઠપ્પ પડી ગયું! આપણામાંથી કેટલાક તેને ‘સુધાર’ તરીકે વધાવી પણ લેશે. પણ અન્ય કેટલાક લોકો તેને હકારાત્મક રીતે જોતા હતા. આપણા માંથી કેટલાક માનીએ છીએ કે મજબૂત, હિંમતભર્યા અને મક્કમનિર્ણયો અન્યો માટે ઘાતકી, સખત અને અસર જોઇતા હોય છે. ખેતીના કાયદામાં જે કંઇ થયું તેને આપણે જે રીતે જોઇએ ત્યારે આ બાબતની વિચારણા કરવી જોઇએ. આ કાયદાઓ એટલા માટે પાછા ખેંચાયા કે જેઓ આ કાયદાનો પોતાના જીવન અને રોજીરોટી તેમજ પરિવાર માટે શું અર્થ થાય છે તે સમજીને એક વર્ષથી અડગ રહ્યા અને કહ્યું: ના.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.