આપણે કૃષિ, કૃષિ વિદ્યાપીઠો તથા સંશોધન કેન્દ્રો, ગુજરાત સરકારનું કૃષિ તથા વન તથા પર્યાવરણ ખાતાઓ, વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ કે જેમાં ખાંડ, દૂધ, ખેત પેદાશ વેચાણ સંઘ, મત્સ્ય કે મધમાખી ઉછેર તથા પશુ પાલન વિષયક જેવી અનેક ખાતાઓ, સંસ્થાઓ કે મંડળીઓ અને છેલ્લે આ બધાનાં પાયારૂપ એવા ખેડૂતો અને તેની સાથે સાથે પૂરક એવા ખેત મજૂરો વચ્ચેના યોગ્ય સ્વરૂપના સમન્વય વિશે વિચારવાની જરૂર છે. પ્રશ્નો અને સમસ્યાઓ અનેક છે. કૃષિ મહદઅંશે કુદરતની મહેર પર આધારિત રહે છે. અન્ય બાબતો પર પણ નિર્ભર રહે છે. આવી પરિસ્થતિ કે જે કેટલીક બાબતો પર આધારિત અને નિર્ભર રહે છે. વાતાવરણ અને હવામાનમાં ફેરફાર હવે જ્યારે જીવલેણ બની રહ્યા હોય ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી વ્યવસ્થાના અભાવ પણ નજરે પડે છે. વ્યાપાર તથા ઉદ્યોગ ક્ષેત્ર અનેક પ્રકારનાં સંગઠનો છે અને તેઓ બધી બાબતો પર જાહેરમાં ચર્ચાય પણ છે તેવું કૃષિ વિભાગમાં થતું દેખાતું નથી.
મુંબઈ – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાક્ષસી વિકાસ નથી?
દેશના વિભિન્ન ભાગોમાં હવાથી લઈ નદીઓમાં રેતી ખનનની માફિયાગેંગ, વર્ષોથી વગોવાતી ઈન્કમ ટેક્સની ચોરી પણ સરકારી ચોપડે લોકભાગીદારી નોંધાવી ચોપડે ચોખ્ખા જ હોય એવા ડોળ હવે આમ વાત છે. પરદેશોમાં આબોહવા, જનમાનસ, સરકારોની તિજોરીઓની આર્થિક ક્ષમતા, બજેટ, લોકમાંગ, વસતી અને જે તે વહિવટીતંત્રોની કાર્યક્ષમતા, પારદર્શિતાના વિવિધ પાસાનાં તલસ્પર્શી અભ્યાસ બાદ જનસેવાના કાર્યોને પ્રાધાન્ય આપી- અપાવી વિકાસ પર સતત ધ્યાન આપવા ભાર મૂકાતો હોય છે, ત્યારે શહેરવાસીઓને બ્યુટિફિકેશનનું ગાજર પકડાવી કંઈ કેટલાય વિસ્તારોની જૂની જાણીતી ઈમારત અને લોકપ્રિય થઈ ચૂકેલ જગ્યા નામશેષ થવા સાથે આવું તો કંઈક કેટલાય દુકાનદારોની રોજીરોટીને આ રાક્ષસી વિકાસ ચાવી ગયો છે. શહેરહિતમાં નગરજનોનાં સ્વાસ્થ્ય સંબંધિત હિતમાં હવે બસ થયું. આવા રાક્ષસી વિકાસની આંધળી દોડને આટલેથી જ અટકાવવાની ખાસ જરૂરિયાત.
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.