આણંદ: રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગ્લોરબલ વોર્મિંગ અને વર્તમાન યુગમાં રાસાયણિક અને યુરિયા ખાતરોના કારણે જમીનની ફળદ્રૂપતા ઓછી થવાની સાથે માનવજીવન અને આરોગ્યની સામે અનેક પડકારો ઉભા થવા પામ્યા છે ત્યારે આજની યુવા પેઢીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો અનુરોધ કર્યો હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૭મા પદવીદાન સમારોહમાં ૪૧ વિદ્યાર્થીઓને ૧૦૧ સુવર્ણપદકો, પદકો અને રોકડ પુરસ્કાર એનાયત કરતાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ પદવી ધારક વિદ્યાર્થીઓને જે શીખ્યા૧ છે તે કૌશલ્ય્-વિદ્યાનો નિયમિત રીતે ઉપયોગ કરવાની સાથે જે આજીવન વિદ્યાર્થી બની રહે છે તે દુનિયાને કંઇક નવું આપી શકે છે તેમ જણાવી વિદ્યા-ખેતી ક્ષેત્રે તેની સાથે જોડાયેલા રહેવા કહ્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતએ આજની યુવા પેઢીને જે શિક્ષણ પ્રાપ્તત કર્યું છે તે પોતાના સુધી સીમિત ન રાખતાં સમાજ જીવનના કલ્યા્ણ માટે ઉપયોગ કરવાની શીખ આપી હતી.
રાજયપાલએ પદવીધારક યુવાઓને જે શિક્ષણ પ્રાપ્તક કર્યું છે તે નિ:સ્વાતર્થ ભાવે જયાં જરૂર હોય તયાં તેનો ઉપયોગ કરવાનું સુચવી સત્યવ બોલવા અને ધર્મનું આચરણ એટલે કે જે ક્ષેત્રમાં આપણે હોઇએ તે ક્ષેત્રમાં આપણે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ ઉપયોગ કરવો અને પોતાના આચારણને શુધ્ધર અને પવિત્ર રાખવા કહ્યું હતું.
રાજયપાલે પર્યાવરણ-જલવાયુ આવી રહેલ પરિવર્તન પ્રતિ ચિંતા વ્યિકત કરી આજની યુવા પેઢીને પર્યાવરણ અને જલવાયુના રક્ષણ અર્થે કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવા સંકલ્પાબધ્ધજ થવા સુચવ્યુંવ હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જેમ પશુપાલન ક્ષેત્રે આમૂલ ક્રાંતિ આવી છે તેવી જ કૃષિ ક્ષેત્રમાં નવા વિચારોને અમલી બનાવી ક્રાંતિ લાવવા યુવા પેઢીને આગળ આવવા આહવાન કર્યું હતું.
રાજયપાલએ સમયની સાથે પરિવર્તનની જરૂર હોય ભારતીય સંસ્કૃયતિની પરંપરાગત ખેત પધ્ધવતિનો કૃષિમાં ઉપયોગ કરીને પરિવર્તન લાવવા પર ભાર મૂકયો હતો. રાજયપાલએ પોતાના સ્વાવનુભાવો વર્ણવી પ્રાકૃતિક ખેતીથી કૃષિ ખર્ચ ઓછો આવતો હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે પર્યાવરણનું પણ જતન થતું હોઇ આજે લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજયપાલ આચાર્ય દેવવ્રતએ સુવર્ણપદક અને પદવીઓ પ્રાપ્તો કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી લોકકલ્યા્ણ અને માનવજીવનના ઉત્થાેન માટે કાર્ય કરતા રહેવાની સાથે જેમને પોતાનું સર્વસ્વી જીવન તમારા માટે ખર્ચી નાંખ્યું છે.