Vadodara

ફતેપુરાના પટીસરા ગામના કૂવામાંથી આઘેડની લાશ મળી

વડોદરા : ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાંથી સમયાંતરે કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. જેમાં આજરોજ પટીસરા ગામેથી આધેડની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ફતેપુરા તાલુકાના પટીસરા ગામના નવાઘરા ફળિયામાં રહેતા મંગળા ભાઈ ગવલાભાઈ ગરાસીયા ઉ.વ. આશરે 52 ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા જેઓ ગતરોજ સાંજના 5 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ મંગળાભાઈ સમય થવા છતાં પરત ઘરે નહીં આવતા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી ક્યારે મંગળાભાઈએ શરીર ઉપર પહેરેલ કપડા તેમના કુવાની કિનારી ઉપર પડેલા જોવા મળ્યા હતા.

જ્યારે કૂવામાં પાણીની ઊંડાઈ વધુ હોય ગતરાત્રીના આ કુવામાંથી મોટરો દ્વારા પાણી બહાર કાઢતા કૂવાની અંદર મંગળાભાઈની લાશ પડેલી હોવાનું જોવા મળતા ઘરના સભ્યોમાં રોકકળ મચી જવા પામી હતી. લાશને જોતા માથામાં વાગેલાનુ નિશાન જોવા મળ્યું હતું પરંતુ અકસ્માતે પડતા સમયે કુવાની ધસ વાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.ત્યારબાદ આ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.  વધુમાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મૃતક દારૂનો વ્યસની હતો.પરંતુ તે માનસિક અસ્થિર નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે સુખસર પોલીસ સ્ટેશનમાં થયેલ નોંધ મુજબ મૃતકનું છેલ્લા દશેક માસથી અસ્થિર મગજ હોવાનું અને તે અકસ્માતે કૂવામાં પડતા કુવાનું વધુ પાણી પી જવાથી મોત નિપજયુ હોવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉપરોકત બનાવ સંબંધે મૃતક મંગળાભાઈના ભાઈ રવજીભાઈ ગવલાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા લાશના પંચનામા બાદ લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા દસેક વર્ષમાં પાંચેક ડઝન જેટલી કુવાઓ તથા બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો આવેલી છે.

Most Popular

To Top