લોકસભામાં અગ્રણી ભાગીદાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૨૭૨ની સાદી બહુમતીના આંકડાથી ઘણી નીચે હોવા છતાં અસ્તિત્વનાં બે વર્ષ પૂર્ણ થવાના આરે છે અને તે પણ સરળ રીતે, જો આ નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીના સંચાલન કૌશલની પ્રશંસા હોય તો તે સમાન રીતે વિપક્ષી પાર્ટીઓના વેરવિખેર ઇન્ડિયા બ્લોક વિશે પણ ઘણું કહી જાય છે. વધુમાં, તેનું મુખ્ય કેન્દ્ર કોંગ્રેસ અંધારામાં ફાંફાં મારી રહી છે અને ચારે બાજુ સંગઠનાત્મક નિષ્ફળતાઓ છતાં પોતાને સુધારવા માટે તૈયાર નથી. એક સંયુક્ત અને સુમેળભર્યો મોરચો મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરી શક્યો હોત, જો ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને તોડવા માટે સક્ષમ ન હોય તો પણ ભગવા પક્ષની છાવણીમાં અસલામતી પેદા કરી શક્યો હોત, જે માત્ર ૨૪૦ સાંસદો સાથે ખીલી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે આ બાબતે ઇન્ડિયા બ્લોકનો નિરુત્સાહ કેમ?
જ્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મોદીની નબળી પડેલી લોકસભાની તાકાતનો લાભ લેવા માટે સાથે બેસીને વાત કરવાના મૂડમાં જણાતા નથી અને પોતાના અહંકારથી પ્રેરાઈને એકલા હાથે કામ કરવામાં વ્યસ્ત છે, તેનાથી વિપરીત તેઓ (મોદી) બિહારમાં મુખ્ય સાથી જનતા દળ-યુ કેમ્પમાં તખ્તાપલટ કરીને પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવામાં સફળ રહ્યા છે. તેઓએ ફરીથી ઇન્ડિયા ગઠબંધન, ખાસ કરીને તેના મુખ્ય ભાગ કોંગ્રેસ સામે પડકાર ફેંક્યો છે, જે વિરોધ પક્ષોમાં અખિલ ભારતીય હાજરી ધરાવતી એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.
જ્યારે તૃણમૂલ કોંગ્રેસનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના (જો કે ગઠબંધનનો ભાગ નથી) સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિન જેવા પ્રાદેશિક ખેલાડીઓ પોતપોતાના રાજ્ય સ્તરનાં ક્ષેત્રોને મજબૂત કરવામાં સંતુષ્ટ છે, ત્યારે જૂથબંધીથી પીડાતું કોંગ્રેસનું સંગઠન માળખું અને છૂટા છેડા સાંધવામાં કોઈ ઉતાવળ ન બતાવતા, ફક્ત બીજી તરફ જોઈ રહ્યું છે. આ છાવણીમાં કોઈ પણ આ પડકાર ઝીલવામાં રસ ધરાવતું હોય તેવું લાગતું નથી.
સ્વતંત્ર રીતે તેઓ કેન્દ્ર (વાંચો મોદી-શાહ) સામે પોતપોતાની લડાઈ લડી રહ્યા છે – ચૂંટણીવાળા પશ્ચિમ બંગાળમાં મમતા ચોક્કસપણે આ જોડી પર ભારે પડી રહ્યાં છે, સ્ટાલિન પણ આ વર્ષના અંતમાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યા છે અને ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનને અસ્થિર કરવાના ભાજપના દરેક પગલાનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યા છે અને કથિત એક્સાઇઝ-કૌભાંડમાં તાજેતરના નીચલી અદાલતના ચુકાદાથી રાહત મળતાં ઉત્સાહિત થયેલા કેજરીવાલે દિલ્હીનો ગઢ ગુમાવ્યા પછી પણ પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે, જે તેમનો મુખ્ય આધાર હતો અને હવે તેઓ પંજાબ પર ભારે મદાર રાખી રહ્યા છે જ્યાં તેઓ પરોક્ષ રીતે સરકાર ચલાવી રહ્યા છે.
્મમતા બેનર્જી અને કેજરીવાલ બંનેએ તાજેતરના કેટલાક તેમના પક્ષમાં થયેલા ઘટનાક્રમો પછી પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે. બેનર્જી, જેમની સ્ટ્રીટ ફાઇટર તરીકેની છબી ઉંમર સાથે કે મુખ્યમંત્રી બન્યા પછી પણ ઓછી થઈ નથી. તેઓ ખાસ કરીને બિન-ભાજપ સરકારો દ્વારા શાસિત રાજ્યોમાં મતદાર યાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના મુદ્દે મોદી સાથે કદમ મિલાવીને લડી રહ્યા છે.
તેમના મુખ્ય લક્ષ્યાંકો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ છે, જે ત્રણેય હાલમાં વિરોધ પક્ષો અથવા ગઠબંધન દ્વારા શાસિત છે. તેણીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોરચો ખોલવાની સાથે એસઆઈઆર સંબંધિત કેસની દલીલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર થવા સુધીની હિંમત બતાવી હતી. તેમાં કોઈ શંકા નથી કે, ગાંધી રાષ્ટ્રીય સ્તરના એકમાત્ર નેતા છે, જેમણે ભાજપ અને તેના આઈટી સેલ દ્વારા સતત વ્યક્તિગત હુમલાઓ અને દુષ્ટ પ્રચાર છતાં, ખરા અર્થમાં પડકારનો સામનો કર્યો છે.
જો કે, તેઓ બેનર્જી અને કેજરીવાલ બંનેથી અલગ છે અને તે બાબત આ બંનેને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે. ગાંધીથી વિપરીત બંને પાસે તેમને ટેકો આપવા માટે મજબૂત સંગઠનો છે, જેઓ (ગાંધી) સંગઠનાત્મક બેકઅપની જરૂરિયાત સમજ્યા વગર એકલા હાથે પ્રયાસો કરવામાં સંતુષ્ટ છે. બેનર્જીની તાજેતરની જાહેરાત કે તેઓ મોદી સરકારને હટાવશે અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી દેશવ્યાપી પ્રવાસ શરૂ કરશે અને દિલ્હીની નીચલી અદાલતે તેમને અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત આપ્યા પછી કેજરીવાલ દ્વારા સમાન ઈરાદો દર્શાવવો, તેનાથી ગાંધી અને તેમના સલાહકારોએ સાવધ થઈ જવું જોઈતું હતું. કમનસીબે, અનિર્ણાયકતાના કારણે આવા કોઈ સંકેતો દેખાતા નથી.
જ્યારે તે બંને પોતપોતાના પક્ષનાં સંગઠનો પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે જે તેમના નેતાઓને સમર્થન આપી રહ્યા છે અને નિર્ણાયક સમયે પરિણામ આપી રહ્યા છે, ત્યારે ગાંધી અને ખાસ કરીને એઆઈસીસી અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે સંગઠન તરીકે કોંગ્રેસ વિશે આવું કહી શકાય નહીં. પરિણામે, એક છાપ ઊભી થઈ રહી છે કે તેઓ જૂના નેતાઓનો સામનો કરવાની હિંમત કરી શકતા નથી, જેમાંથી ઘણા હજી પણ સત્તામાં ભાગ માંગી રહ્યા છે, જ્યારે અન્ય જેમને ઉચ્ચ સ્થાનો પર બેસાડવામાં આવ્યા છે તેઓએ ગાંધીના વળતા પ્રહારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવાની ભાગ્યે જ કોઈ ઇચ્છા દર્શાવી છે. તેવી જ રીતે, દિલ્હી સહિતના ઘણા પીસીસી પ્રમુખો કાં તો બિન-પ્રદર્શનકારી છે અથવા પાર્ટી હાઈકમાન્ડની અપેક્ષાઓ મુજબ ખરા ઊતર્યા નથી. તેમ છતાં, હાઈકમાન્ડ (વાંચો રાહુલ ગાંધી) આ મહત્ત્વપૂર્ણ પાસાની અવગણના કરી રહ્યા છે.
કોંગ્રેસમાં પ્રવર્તતી આ વિરોધાભાસી સ્થિતિ ઇન્ડિયા લીડર હોવાના પાર્ટીના દાવા સામે ગંભીર પડકાર ઊભો કરી રહી છે. જો તેલુગુ દેશમ પાર્ટી જેવા એનડીએના ભાગીદારો ગમે ત્યારે છૂટા પડે તો તેવા સંજોગોમાં ગઠબંધનના ધ્વજવાહક તરીકે રહેવા માટે પાર્ટીએ તૈયારી કરવી જોઈએ. નાયડુ-મમતા-કેજરીવાલ-સ્ટાલિનનું ગઠબંધન કોંગ્રેસ તરફ અનુકૂળ દૃષ્ટિએ જોશે નહીં તે ધ્યાનમાં રાખીને આ ટોચના સ્થાન માટે સ્પર્ધામાં કેવી રીતે રહેવું? આ ગાંધીની ચિંતા હોવી જોઈએ અને સફળતાની ચાવી તમામ સ્તરે સંગઠનને મજબૂત કરવાના માર્ગમાં કડક નિર્ણયો લેવામાં રહેલી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.