Entertainment

ઓસ્કારમાં એવું શું થયું કે ટોમ ક્રુઝ રામ ચરણને શોધતા હતા? અભિનેતાએ ખોલ્યું રહસ્ય

RRR ફિલ્મથી ગ્લોબલ સ્ટાર બનેલા રામ ચરણની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ રામચણ અને ફિલ્મની ટીમ ભારત પરત ફરી છે. શુક્રવારે રામચરણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યારે અભિનેતાએ ફિલ્મ અને ગીતો વિશે વાત કરવા સાથે હોલીવુડની ફિલ્મમાં કરવા અંગે ઈશારો પણ કર્યો હતો.

એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં પત્રકારે રામ ચરણને સવાલ કર્યો કે, શું તમે ગ્લોબલ સ્ટાર બનવા માંગો છો? શું એ સાચું છે કે તમે ટૂંક સમયમાં હોલિવુડની ફિલ્મમાં જોવા મળશો? આ પ્રશ્નનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે હું અત્યારે કશું કહી શકું નહીં. અત્યારે વાતો ચાલી રહી છે. યોગ્ય સમયે જાહેરાત કરાશે. મારી માતા કહે છે કે કોઈ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી તેની જાહેરાત કરવી જોઈએ નહીં. નજર લાગી જાય છે. વળી, હું બધા જ કલાકારો એવી ઈન્ડસ્ટ્રી (હોલિવુડ)માં કામ કરવા માંગે છે જ્યાં પ્રતિભાની કદર થાય.

આ સિવાય રામ ચરણને પૂછવામાં આવ્યું કે શું ટોમ ક્રૂઝ તેમને ઓસ્કાર 2023માં મળવા માટે શોધી રહ્યા હતા? જવાબમાં રામે કહ્યું કે ના, એવું નથી. અત્યારે તો હું ટોમ ક્રૂઝને મળવા આતુર છું. કદાચ એવું બને કે ભવિષ્યમાં તેઓ મને મળવા માંગે, પરંતુ અત્યારે તેના વિશે કશું કહી શકાય નહીં. હા હું ચોક્કસપણે એવું મુકામ હાંસલ કરવા માંગીશ કે તેઓ મને મળવા માંગે. એવું પણ શક્ય છે કે રાજામૌલી ભવિષ્યમાં ટોપગન ફિલ્મ બનાવે.

આ ઈવેન્ટમાં રામ ચરણે એ પણ જણાવ્યું કે તેમના પિતાએ તેમને ઈન્ડસ્ટ્રી વિશે શું શીખવ્યું હતું. રામ કહે છે કે મારા પિતા ચિરંજીવીએ મને પ્રથમ દિવસે, મારી પ્રથમ ફિલ્મ દરમિયાન એક સૂત્ર શીખવ્યું હતું, તે સ્ટાફનું ધ્યાન રાખવાનું હતું. તેમને માન આપો. જો તેઓ તમારા વિશે વાત કરવાનું શરૂ કરશે તો તમારી કારકિર્દી ખતમ થઈ જશે. તેથી હું હંમેશા મારા સ્ટાફનું ધ્યાન રાખું છું. મારો મેકઅપ મેન, મેનેજર, સ્ટાઈલિશ. મારી ફિલ્મ ફ્લોપ થાય તો પણ હું મારા સ્ટાફનું ધ્યાન રાખું છું.

રામ ચરણે આ કાર્યક્રમમાં આગામી પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી હતી. RRR જેવી મેગા હિટ ફિલ્મ આપ્યા બાદ હવે અભિનેતા શંકર સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ સિવાય તે રંગસલમમાં કામ કરે છે. આ એક મોટો પ્રોજેક્ટ છે. તેનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ ભારતની ધરતીની વાર્તા છે. અત્યારે રામચરણ વર્ષમાં બે ફિલ્મો કરવા માંગે છે.

Most Popular

To Top