World

નસીબ તો આવું હોવું જોઈએ! જન્મના બે દિવસ બાદ જ બાળકી કરોડપતિ બની ગઈ

નવી દિલ્હી: એક બાળકી જન્મ્યાના બે જ દિવસમાં કરોડપતિ બની ગઈ. આલીશાન હવેલીઓ, મોંઘીદાટ ગાડીઓ અને નોકરો બધું જ તેના નામે થઈ ગયું. એવું તો શું થયું કે બાળકી જન્મના બે જ દિવસમાં કરોડપતિ બની ગઈ. આવો જાણીએ સમગ્ર મામલો…

ખરેખર બાળકીને કરોડોની સંપત્તિ તેના અમીર નાના પાસેથી મળી છે. દાદાએ તેની પૌત્રીના જન્મના 48 કલાક પછી જ તેના પર રૂપિયાનો વરસાદ કર્યો છે. નાનાએ પૌત્રીને 50 કરોડ રૂપિયાથી વધુનું ટ્રસ્ટ ફંડ પણ ગિફ્ટ કર્યું છે. અમેરિકામાં રહેતી બેરી ડ્રવિટ-બાર્લોની પુત્રીએ તાજેતરમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. પૌત્રીના જન્મ પછી બેરીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરીને તેની ખુશી વ્યક્ત કરી અને પૌત્રીને કરોડો રૂપિયાનું હવેલી અને ટ્રસ્ટ ફંડ પણ ગિફ્ટ કર્યું હતું.

51 વર્ષીય બેરીએ તેમની પૌત્રીના નામે લગભગ 10 કરોડ રૂપિયાની આલીશાન હવેલી અને લગભગ 52 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ ફંડ આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રી અને પૌત્રીની તસવીર શેર કરતા તેણે લખ્યું, આજે મારી 23 વર્ષની પુત્રી સેફ્રોન ડ્રાઈવેટ-બાર્લોએ એક બાળકીને જન્મ આપ્યો છે. અમે ખૂબ જ ખુશ છીએ. અમે અમારી પૌત્રીને નેગ આપી છે.

બેરીએ જણાવ્યું કે તેણે આ હવેલી ગયા અઠવાડિયે ખરીદી હતી. તે તેની પૌત્રીના હિસાબે તેનું ઈન્ટિરિયર ડિઝાઈન કરાવશે. કારણ કે હવે આ હવેલી તેની પૌત્રીની બની ગઈ છે.

બેરી દ્રવિટ-બાર્લો કોણ છે?
બિઝનેસમેન બેરી ઈન્સ્ટાગ્રામ પર પોતાને એક કલાકાર ગણાવે છે. એક રિપોર્ટ અનુસાર તે 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. બેરી તેના પરિવારને કરોડો રૂપિયાની ગિફ્ટ આપવાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તેણે 4 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. તેઓ ક્રિસમસ પર પણ ઘણો ખર્ચ કરે છે.

તમને જણાવી દઈએ કે બેરી ગે છે. 1999માં સરોગસી દ્વારા જોડિયા બાળકો તેમના ઘરે આવ્યા હતા. 2019 માં બેરી તેના પાર્ટનર ટોનીથી અલગ થઈ ગયો હતો. હવે તેની પુત્રી સેફ્રોનને બાળકીને જન્મ આપ્યો છે, જેના આગમનની ખુશીમાં બેરીએ તેને કરોડોની સંપત્તિ આપી છે.

Most Popular

To Top