વડોદરા: વડોદરા મહાનગર પાલિકાએ જ્યારથી ન્યાય મંદિર નો કબજો મેળવ્યો છે ત્યાર થી સમગ્ર ન્યાય મંદિર ને ચોખ્ખું કરવાનો પ્રયાસ કરવા મા આવી રહીયો છે. આ ગાયકવાડી ઇમારતની સફાઈ કર્યા બાદ વિઝીટરો તેમની મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા નું આયોજન કરાઈ શકે છે. જ્યારથી ન્યાંયમંદિર કોર્ટને નવી કોર્ટ મા શિફ્ટ કર્યા બાદ ન્યાંયમંદિર સઁકુલની સફાઈ થઇ ન હતી. જેથી સમગ્ર ન્યાંયમંદિરના ઓરડા લોબી સહિત ના વિભાગ મા ભારે કચરા અને ઘૂળ, માટી ઝાળા બાજી ગયા હોવાથી ન્યાંયમંદિરનું સફાઈ કામ હજુ ચાલુ જ રહેશે તેમ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીક ના દિવસો મા ન્યાંયમંદિર ની અંદર રીનોવેશન નું કામ પણ શરૂ થવાનું છે ત્યારે આસપાસ ના દબાણો પર ગમે ત્યારે તવાઈ આવી શકે છે.
અત્રે ઉલ્લખનીય છે કે ઐતિહાસિક ન્યાય મંદિરનું પાલિકાને હસ્તાંતરણ કર્યા બાદ હવે આ હેરિટેજ સાઇટ માટે કામગીરી કરવામાં આવનાર છે. ન્યાંયમંદિર મા મ્યુઝિયમ તેમજ લગ્ન પ્રંસગે ભાડે આપી શકાય તેવા હોલ અને ન્યાય મંદિર મા આવેલ વિશાળ જગ્યા પણ વિવિધ પ્રસંગો માટે ઉપયોગમા લઈ શકાય તેવી હોવાથી ન્યાંયમંદિર ને નવા રૂપરંગ સાથે વડોદરા મહાનગર પાલિકા પ્રજા સમક્ષ મુકશે. એટલે હાલ તો ન્યાંયમંદિર મા સફાઈ ઝુબેશ હાથ ઘરવામા આવી છે. જયારે એક તરફ પદ્માવતી શોપિગ સેન્ટર હટાવવા મામલે રાવપુરા ના ધારાસભ્ય એ રસ દાખવતા વેપારીઓ, પાલિકા ના અધિકારીઓ વચ્ચે મીટીંગો ના દોર શરૂ થયા છે. આમ વડોદરા શહેર ની સુંદરતા વઘારવા વડોદરા ના મ્યુનિસિપલ કમિશનરે કમર કસી છે. તેને વડોદરા વાસીઓએ હરખ ભેર વખાણી છે.