Entertainment

ગોલ્ડન ગ્લોબ બાદ RRRએ ફરી ધૂમ મચાવી, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો એવોર્ડ મળ્યો

નવી દિલ્હી: એક્ટર રામચરણ (Ramcharan) અને જૂનિયર એનટીઆરની (Jr,NTR) ફિલ્મ RRR હિન્દી ફિલ્મ જગતમાં જ નહીં પણ હોલિવુડમાં પણ ધૂમ મચાવી રહી છે. SS રાજામૌલીના (SS Rajmouli) નિર્દેશનમાં બનેલી ફિલ્મ RRR હાલ ટોપ પર ચાલી રહી છે. RRR એ ફરી એકવાર વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું નામ ઉંચું કર્યું છે. ગોલ્ડન ગ્લોબ (Golden Globe) જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (Best Foreign Language Film) માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ (Critics Choice Award) મળ્યો છે.

RRRએ ફરી ધૂમ મચાવી
RRRએ બેસ્ટ ફોરેન લેંગ્વેજ એવોર્ડ મેળવ્યાના સારા સમાચાર ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખ્યું છે- RRR ફિલ્મના કલાકારો અને ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન. આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.

RRR એ આ ફિલ્મોને માત આપી
ગ્લોડન ગ્લોબમાં ઘણી વિદેશી ફિલ્મને ટક્કર આપી ભારતીય ફિલ્મ RRRએ એવોર્ડ મેળવ્યો હતો. ત્યારે ફરી એક વાર ઘણી વિદેશી ફિલ્મને ટક્કર આપી બેસ્ટ ફોરેન લેંગ્વેજનો એવોર્ડ મેળવ્યો છે. એસએસ રાજામૌલીની ‘RRR’ આ કેટેગરીમાં ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘આર્જેન્ટિના 1985’, ‘બાર્ડો’, ‘ફોલ્સ ક્રોનિકલ ઑફ અ હેન્ડફુલ ઑફ ટ્રુથ્સ’, ‘ક્લોઝ’ અને ‘ડિસિઝન ટુ લીવ’ જેવી ફિલ્મોમાંથી સ્પર્ધા કરે છે. જેમ પરંતુ આ બધી ફિલ્મોને પાછળ છોડીને, ફિલ્મ RRR એ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.

એસએસ રાજામૌલી હાથમાં ટ્રોફી સાથે જોવા મળ્યા
2023 ફકત RRRની ટીમ માટે જ છે તેમ કહી શકાય કારણ કે વિશ્વભરમાં ભારતીય ફિલ્મ RRRએ ડંકો વગાડ્યો છે. ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળે છે. તેના ચહેરા પર વિજયનો આનંદ સ્પષ્ટ દેખાય છે. આ ક્ષણ માત્ર RRR ફિલ્મ માટે જ નહીં, પરંતુ ભારતીય સિનેમા માટે પણ ખૂબ જ ખાસ છે.

નાટુ-નાટુ સોન્ગ માટે મળ્યો એવોર્ડ
આ પહેલા પણ લોસ એન્જલસમાં આયોજિત 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો હતો. RRRના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો. ચાહકો આ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા હતા અને હવે RRR એ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યા બાદ ઉજણવી બમણી થઈ ગઈ છે.

Most Popular

To Top