નવી દિલ્હી(New Delhi) : ઈઝરાયેલ ((Israel) અને હમાસના (Hamas) આતંકવાદીઓ (Terrorist) વચ્ચે ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા (Attack) ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઇઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.
આ બધાની વચ્ચે અમેરિકાએ (America) હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન અને સૈન્ય સહાયની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ નજીક અમેરિકન જહાજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તે આ ક્ષેત્રમાં ફાઇટર જેટ સ્ક્વોડ્રનને પ્રોત્સાહન આપવા માટે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ અને તેની સાથેના યુદ્ધ જહાજોને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલી રહ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે જણાવ્યું હતું કે જહાજો અને વિમાનોએ નવી પોસ્ટ પર જવાની શરૂઆત કરી છે.
આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી ઇઝરાયેલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આ સિવાય હમાસના આતંકવાદીઓએ હવાઈ, જમીન અને દરિયાઈ સીમાથી ઘૂસીને નાગરિકો પર હુમલો કર્યો હતો. હમાસના આ હુમલાઓમાં લગભગ 700 નાગરિકો માર્યા ગયા છે. આ હુમલામાં ચાર અમેરિકન નાગરિકોના પણ મોત થયા હતા.
વ્હાઇટ હાઉસે કહ્યું, આ હુમલામાં ઘણા અમેરિકન નાગરિકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપતા ઘણા મોટા પગલા લીધા છે. અન્ય દેશોને પણ આ સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બિડેને રવિવારે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી કે ઇઝરાયેલના સંરક્ષણ દળો માટે વધારાની સહાય આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ સહાય આપવામાં આવશે. હમાસના હુમલા બાદ બિડેને ઈઝરાયેલની સરકાર અને લોકોને તેમના સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.