નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ફાન્સ અને આર્જેન્ટિના વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આર્જેન્ટિનાએ 38 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારે FIFA વર્લ્ડ કપ 2022ના ફિનાલે ફિલ્મ સ્ટાર્સ દેશનું ગૌરવ વધારવા કતાર પહોંચ્યા હતા. ફાઇનલમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને શાહરૂખ ખાન (Shashrukh Khan) સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. પઠાણ ફિલ્મના પ્રમોશન માટે દિપીકા અને શાહરૂખ ખાન મેચ જોવા પહોંચ્યા હતા. દીપિકાએ ફિફા વર્લ્ડ કપની ગોલ્ડન ચમકતી ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર દીપિકાને મળેલી આ લાઈમલાઈટથી ભારતીયોને ગર્વ થયો હતો. પરંતુ દીપિકાના બેશરમ રંગ સોન્ગના લુકને લઈને હંગામો થયા બાદ લોકોએ તેના ફિફામાં પહેરેલા આઉટફિટને (outfit) ટ્રોલ (Troll) કરવાનું શરૂ કર્યું હતું.
ફેન્સને ફરી દીપિકાના ડ્રેસને લઈ હંગામો કર્યો
ફિફા ફિનાલેમાં હાજરી આપવા પહોંચેલી અભિનેત્રી દીપિકા પાદુકોણનો લુક લોકોને ગમ્યો ન હતો. ફેન્સે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની સ્ટાઈલિશ શાલીન નાથાનીને ટ્રોલ કરી હતી. આઉટફીટને લઈને સોશિયલ મીડિયા પર દીપિકા અને શાલીન બંનેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
દીપિકાએ FIFA પ્લેટફોર્મ પર લૂઈસ વિટનનો આઉટફિટ પહેર્યો હતો. દીપિકા આ ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડની ગોલ્બલ એમ્બેસેડર છે. દીપિકાના લૂઈસ વિટનના પોશાકમાં પણ આર્જેન્ટિનાનો ઇન્ફ્લ્યુન્સ જોવા મળ્યો હતો. દીપિકાનો સ્કર્ટ ગૌચોસના આઉટફિટ જેવો જ હતો. તે સફેદ શર્ટ, બ્રાઉન ઓવરકોટ, બ્લેક ટ્યૂલ સ્કર્ટ, બ્લેક બેલ્ટ, હાઈ હીલ બૂટમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાની મિલિયન ડોલર સ્માઈલ સાથે કેમેરા સામે પોઝ આપ્યો હતો. દીપિકાએ ગ્લોઈંગ મેકઅપ અને હેર બન સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.
દીપિકાની સ્ટાઈલિશ ટ્રોલ થઈ
જો કે ફેન્સને ફિફામાં દિપીકાએ પહરેલો આઉટફીટ લોકોને ગમ્યો ન હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અલગ અલગ કોમેન્ટો કરવામાં આવી રહી છે, લોકોને સૌથી મોટી સમસ્યા દીપિકાની હેરસ્ટાઈલની છે. દીપિકાનું દરેક વખતે આ રીતે હેર બન બનાવવું ચાહકોને પરેશાન કરે છે. દીપિકાની સાથે લોકો તેના સ્ટાઈલિશ અને હેરડ્રેસરને પણ ટ્રોલ કર્યો હતો. ક્લાસ પણ લઈ રહ્યા છે.
બાય ધ વે, આ પહેલીવાર નથી જ્યારે શાલીન નાથાની પહેલી વાર ટ્રોલ થઈ રહી છે, આ પહેલા પણ તે ટ્રોલ ઘણી વાર ટ્રોલ થઈ ચૂકી છે. ફેન્સને લાગે છે કે દીપિકાએ પોતાના માટે વધુ સારી સ્ટાઈલિશ રાખવાની જરૂર છે. શાલીને જ પઠાણ ફિલ્મ બેશરમ રંગમાં દીપિકાને રેડી કરી હતી, અને જેને લઈને વિવાદ થઈ રહ્યો છે. જો કે હવે ફેન્સની નેગટિવ કોમેન્ટ બાદ જોવાનું રહેશે કે દિપીકા પાદુકોણ પોતાની સ્ટાઈલિશ શાલીનને આગળ સાથે રાખે છે કે કેમ?