Vadodara

સુરસાગર બાદ હવે સમા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત: દુર્ગંધથી લોકો ત્રાહિમામ

વડોદરા: સત્તાધીશોની અણઆવડતનો વધુ એક ઉત્તમ નમુનો સમાં તળાવમાં જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ જ સુરસાગરમાં અંસખ્ય માછલીઓ મોત થયા હતા ત્યારબાદ ગોત્રી તળાવમાં પણ માછલીઓના મોત થયા હતા હવે ત્યારબાદ સમાં તળાવમાં પણ આજ રોજ માછલીઓના મોત નીપજ્ય હતા. પાલિકાની અણઆવડતના પગલે શહેરના મોટા ભાગના તળાવોનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. જેમાં જળચર પ્રાણીઓ રહેતા હોય છે. સુરસાગરમાં પણ થોડા સમય અગાઉજ માછલીઓના મોત થયા હતા. ત્યારે ત્યાના રહેવાસીઓ દ્વારા ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ત્યારે આજ રોજ લાખો રૂપિયાના ખર્ચે સમાં તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ તેમાંથી મૃત હાલતમાં માછલીઓ જોવા મળી હતી. આ તળાવમાં ડ્રેનેજના દુષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે અહીંથી પસાર થતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાના પાપે શહેરીજનોને ભોગવવું પડી રહ્યું છે.

ત્યાંથી પસાર થતા રહદારીઓને મો પર હાથ અથવા રૂમાલ રાખીને પસાર થવું પડે છે. રાહદારીઓને પણ અહીંથી પસાર થવા મજબુર બનતા હોય છે. કેમેકે ત્યાંથી પસાર થાય ત્યારે એટલી ગંદી અસહ્ય દુર્ઘંધ મારે છે કે માથું ફાટી નીકળે છે.
સમાં તળાવ પાસેથી અમદાવાદ વડોદરા જતી ગાડીઓ ત્યાં જ ઉભી રહે છે. ત્યાંથી જ ગાડીઓની અવર જવર થતી હોય છે. ત્યારે ત્યાં ગાડીઓની રાહ જોઇ અને ઉભા રહેલા પેસેન્જરો માટે પણ તે માથાના દુખાવા સમાન છે. સમાં તળાવ પાસે તો રીક્ષા સ્ટેન્ડ પણ આવેલું છે તે રીક્ષા સ્ટેન્ડના રીક્ષા ચાલકો પણ આ દુર્ઘનથી ત્રાહિમામ પોકારી ગયા છે.

Most Popular

To Top