Entertainment

સની લિયોની, પામેલા એન્ડરસન બાદ હવે આ એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર બિગ બોસમાં દેખાશે

મુંબઈ(Mumbai): બિગ બોસના (Big Boss) ચાહકો દર વર્ષે શોની નવી સીઝનની આતુરતાથી રાહ જાત હોય છે. હવે ચાહકો ‘બિગ બોસ 17’ માટે તૈયાર છે. આ શો માટે અત્યાર સુધીમાં ઘણી મોટી સેલિબ્રિટીના નામો સામે આવ્યા છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. સની લિયોની અને પામેલા એન્ડરસન બાદ હવે ભારતની કિમ કાર્દિશીયન તરીકે ઓળખાતી એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટરની બિગ બોસમાં એન્ટ્રી થવા જઈ રહી છે.

સલમાન ખાન ફરી એકવાર બિગ બોસ 17માં પોતાની જૂની સ્ટાઇલથી ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ સીઝનમાં ઘણા મોટા અને જાણીતા ચહેરાઓ શોમાં જોવા મળશે. આ લિસ્ટમાં એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર શિલ્પા સેઠીનું નામ પણ જોડાઈ ગયું છે. સની લિયોન અને પામેલા એન્ડરસન પછી, શિલ્પા શોની સૌથી મજબૂત એડલ્ટ કન્ટેન્ટ સ્ટાર્સમાંની એક છે.

શિલ્પાને ભારતની કિમ કાર્દાશિયન તરીકે ઓળખવામાં આવે છે. તે સૌથી લોકપ્રિય અમેરિકન-ભારતીય ઈન્ફ્લુએન્ઝર સ્ટાર પૈકીની એક છે. તે પોતાના પ્લસ સાઈઝ બોડીને લઈને ખૂબ જ કોન્ફિડન્ટ છે. તેણીએ તેની સ્પેશિયલ સ્ટાઈલને કારણે ઘણા લોકોને તેના ચાહકો બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને MsSethii તરીકે ઓળખે છે.

કન્ટેન્ટના આધારે શિલ્પા ઘણા લોકોની ફેવરિટ બની ગઈ છે. પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તે પોતાને સૌથી ખરાબ ભારતીય ગણાવે છે. તેનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર અમેરિકામાં થયો છે. તેણે ટિક ટોકથી કન્ટેન્ટ ક્રિએટર તરીકેની સફર શરૂ કરી હતી. જ્યાં તેણે પોતાના ફની વીડિયોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

ત્યાર બાદ શિલ્પાએ ઇન્સ્ટાગ્રામમાં પ્રવેશ કર્યો અને તરત જ 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. શિલ્પા અત્યાર સુધી અનેક મેગેઝીનના કવર પેજનો હિસ્સો રહી ચુકી છે. પરંતુ વાસ્તવમાં તે અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવે છે.

હવે જોવાનું એ રહેશે કે સલમાન ખાનના શોમાં આવવાથી તેનું સપનું પૂરું થાય છે કે નહીં. ‘બિગ બોસ 17’ 15 ઓક્ટોબરથી કલર્સ ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થશે. આ શોમાં શિલ્પા સેઠી ઉપરાંત અંકિતા લોખંડે, વિકી જૈન, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ અને યુટ્યુબર અરમાન મલિક-પાયલ મલિકના નામની પુષ્ટિ કરવામાં આવી છે.

Most Popular

To Top