Entertainment

સિડ-કિયારા બાદ હવે કાર્તિક આર્યન સિંગલમાંથી મિંગલ થશે? ભરી મહેફિલમાં કર્યું લગ્નનું એલાન?

મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર કાર્તિક આર્યન (Kartik Aryan) હાલ તેની હિટ ફિલ્મોને (Film) લઈને ઘણો ચર્ચામાં રહે છે. ગયા વર્ષે અભિનેતાની ભૂલ ભૂલૈયા 2 સુપરહિટ રહી હતી. આ ફિલ્મે ઘણી બમ્પર કમાણી કરી છે. કાર્તિકે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાના ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. હાલમાં જ કાર્તિક આર્યનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ સમાચાર ફિલ્મના નથી પરંતુ કાર્તિકના લગ્નના છે. સમાચાર આવ્યા છે કે હવે કાર્તિક આર્યન પણ સિંગલ સાથે મિંગલ (Mingle) થવા જઈ રહ્યો છે.

આ દિવસોમાં બોલિવુડ ટાઉનના ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, તેમજ અભિષેક પાઠક પણ લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેના લગ્નની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી, જેને ચાહકોએ પણ પસંદ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કાર્તિક આર્યન પણ ઘોડા પર સવાર થવાનો છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ કાર્તિકે પોતે આ વાત કહી છે.

કાર્તિક આર્યન તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક જી સિને એવોર્ડના સ્ટેજ પર ઢોલ-નગારાં સાથે એન્ટ્રી કરે છે. આ પછી, કાર્તિક કહે છે, ‘જુઓ, બોલિવૂડમાં, એક પછી એક, દરેકના લગ્ન થઈ રહ્યા છે, બધા લગ્નના બંધનમાં બધાઈ રહ્યા છે…તેમજ તે કહે છે કે એક બાદ એક એક બોલિવુડ એક્ટરની વિકેટ પડી રહી છે, પરંતુ હજી એક એક્ટર છે જે કુંવારો છે. તો સિંગલ્સ ક્લબમાં કોણ બાકી છે? હું, પણ હવે હવામાન બદલાઈ રહ્યું છે, આ ખડતલ વ્યક્તિ પણ પીગળી રહ્યો છે. મેં પણ વિચાર્યું કે લગ્નના લાડુ ખાધા પછી જોઈ લઈશ. મેં પ્રેમના પંચનામા કર્યા છે, હવે લગ્નના પંચનામા પણ કરું છું. તેથી, આ પ્લેટફોર્મને બધાની સામે સાક્ષી માનીને, આજે હું મારા બધા ચાહકો અને ઈન્ડસ્ટ્રીને આ સમાચાર આપવા માંગુ છું કે હું લગ્ન કરવા જઈ રહ્યો છું.

જોકે, કાર્તિકની જાહેરાત બાદ ઓડિયન્સમાં બેઠેલા દરેક લોકો ખૂબ હસવા લાગે છે. કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે ખરેખર આ વાતની જાહેરાત કરી છે કે આ માત્ર મજાક છે, પરંતુ ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેમણે એમ પણ કહ્યું છે કે કાર્તિ કેબોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન સાથે લગ્ન કરી લેવા જોઈએ.

કાર્તિકના વીડિયો પર એક યુઝરે લખ્યું, સર, જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો, તો પ્લીઝ કૃતિ સેનન સાથે લગ્ન કરજો. જ્યારે બીજાએ લખ્યું, ભગવાન કરી તેના કૃતિ સાથે લગ્ન થાય . અન્ય યુઝરે લખ્યું, કોણ છે તે પરી? શું તે કૃતિ સેનન તમે છો?

Most Popular

To Top