Business

RBIના નિર્ણય બાદ સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) શુક્રવારે શરૂઆતમાં બજાર લાલ નિશાને (Red Mark) ટ્રેડ કરી રહ્યું હતું. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આરબીઆઈની (RBI) નાણાકીય નીતિની સમીક્ષા કરવાના નિર્ણય બાદ સ્થાનિક શેરબજારને તેજી મળી હતી. ત્યારે BSE સેન્સેક્સ સવારે 11:17 વાગ્યે 826.48 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 75,900.99 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ NSE નો નિફ્ટી પણ 243.7 પોઈન્ટના ઉછાળા સાથે 23065.10 ના સ્તર પર હતો.

શુક્રવારે સ્થાનિક શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ હતી. બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોએ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં નકારાત્મક વલણ દર્શાવ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સૂચકાંક નિફ્ટી 50 આજે 7.30 પોઈન્ટ ઘટીને 22,814.10 પર ખુલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સ 38 પોઈન્ટ ઘટીને 75,036.51 પર ખુલ્યો હતો. આમ છતા મોટા ભાગના સૂચકાંકો લીલા નિશાને ખુલ્યા હતા. તેમજ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 88 પોઇન્ટના ઘટાડા સાથે 49,203.50 પર ખુલ્યો હતો.

આ શેર્સમાં મોટો ફેરફાર
વિપ્રો, LTIMindTree, Tech Mahindra, Infosys અને Divis Labs કારોબારની શરૂઆતમાં નિફ્ટીમાં મુખ્યત્વે લાભા થયો હતો, જ્યારે IndusInd Bank, L&T, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઈઝને ખોટ સાથે ટ્રેડ કરી રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 6,867.72 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 6 જૂન, 2024ના રોજ રૂ. 3,718.38 કરોડના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સતત ત્રીજી વખત તેલના ભાવમાં વધારો થયો હતો કારણ કે ઓપેક અને તેના સાથી દેશો બજારમાં વધુ પુરવઠો પૂરો પાડશે તેવી અપેક્ષાઓ ઘટી હતી. આ સાથે જ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ટેક શેરોમાં વધારો
આજે શરૂઆતના ટ્રેડિંગ કલાક દરમિયાન ટેક શેરોમાં બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 50માં ટોચના પાંચ શેરો ટેક કંપનીઓના હતા. તેમાં વિપ્રો, LTIMindtree, Infosys, Tech Mahindra અને HCL ટેકનો સમાવેશ થાય છે. વિપ્રોએ આ તમામ કંપનીઓ કરતા સારૂ પ્રદર્શન કર્યું હતુ અને રૂ. 484.45ની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચવા માટે 5 ટકા સુધીનો વધારો કર્યો.

સેન્સેક્સના ટોપ ગેનર અને લુઝર શેરો
સેન્સેક્સ કંપનીઓમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલના શેર લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈટીસીના શેર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.

નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
નિફ્ટીમાં વિપ્રો, LTIMindTree, Tech Mahindra, Infosys અને Divis Labs ના શેર્સ ટોચના ગેનર હતા, જ્યારે IndusInd Bank, L&T, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

Most Popular

To Top