Gujarat

દૂધ, ગેસ બાદ હવે જીવન જરૂરીયાની આ ચીજ વસ્તુના ભાવ વધ્યા, ગૃહિણીઓનું બજેટ બગડ્યું

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ખાસ કરીને આ યુદ્ધનાં કારણે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનાં ભાવ આસમાને પહોચી ગયા છે. આમોંઘવારીનાં સમયમાં સામાન્ય લોકોનાં જીવન પર ભારે અસર પડી રહી છે. મધ્યમવર્ગનાં લોકોની હાલત જાયે તો જાયે કહાં? જેવી થઇ ગઈ છે. હાલમાં થોડા દિવસ પહેલા જ દૂધ અને LPG ગેસના ભાવોમાં વધારો થયો હતો. ત્યારબાદ હવે ખાદ્યતેલ બજાર ભડકે બળી રહ્યું છે. ખાદ્ય તેલના ભાવોમાં વધારો નોંધાયો છે.

છેલ્લા 15 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 20થી 30% ભાવવધારો જોવા મળ્યો છે. પામતેલમાં મંગળવારે રૂ.150 બાદ ગઇકાલે 70 રૂપિયાનો જંગી વધારો થયો છે, જ્યારે સનફ્લાવર તેલમાં રૂ. 50નો વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂ.30, સરસવ તેલમાં રૂ.10 અને સીંગતેલમાં રૂ. 40નો વધારો થયો હતો. ગત મંગળવારથી આ મંગળવાર સુધીમાં પામતેલમાં ડબે રૂપિયા 260 વધી જતાં ફરસાણ ઉદ્યોગ પરેશાન થઈ ગયો છે. સરસિયા તેલમાં સાપ્તાહિક વધારો રૂપિયા 180, સનફલાવર તેલમાં સાપ્તાહિક વધારો 280, મકાઈ તેલમાં સાપ્તાહિક વધારો 170 થયો છે. છેલ્લા એક સપ્તાહથી સતત ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

60 ટકા તેલની વિદેશથી આયાત
વેપારીઓના જણાવ્યા પ્રમાણે, દેશની જરૂરિયાત મુજબ 60% તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. પામોલીન તેલ મલેશિયાથી આયાત કરવામાં આવે છે. જો કે આ વખતે પ્રથમવાર પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોય તેવું જોવા મળી રહ્યું છે, સાથે જ આગામી સમયમાં દેશી તેલની પણ અછત ભારતભરમાં જોવા મળે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં જ દૂધ અને કોમર્શિયલ ગેસનાં ભાવમાં થયો હતો વધારો
થોડા દિવસો અગાઉ જ અમૂલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો હતો. અમૂલે ડેરીએ પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. જેના પગલે કોમર્શિયલ ગેસનું સિલિન્ડર 105 રૂપિયા મોંઘું કરવામાં આવ્યું છે. 1 માર્ચથી દિલ્હીમાં 1907 રૂપિયાના બદલે 2012 રૂપિયામાં, કોલકાતામાં તે હવે 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયા જ્યારે મુંબઈમાં તેની કિંમત હવે 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.

Most Popular

To Top