World

G-20 સમિટ: PM મોદીને મળ્યા બાદ યુકેના પીએમ ઋષિ સુનકે ભારતના લોકોને આપી મોટી ભેટ

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ G-20 સંમેલનમાં (G 20 Summit) પહોંચ્યા છે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન પીએમ મોદી વિશ્વના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકન (Rishi Sunak) સાથે પણ મુલાકાત કરી હતી. ભારતીય મૂળના ઋષિ સુનકે ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતના લોકોને એક મોટી ભેટ આપી હતી.

ઋષિ સુનકે ભારતના યુવા પ્રોફેશનલ્સને દર વર્ષે યુકેમાં (UK) કામ કરવા માટે 3000 વિઝા (Visa) આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. યુકેના વડા પ્રધાનના કાર્યાલય, ડાઉનિંગ સ્ટ્રીટે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આજે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ પર મંજૂર કરવામાં આવી છે, જેમાં 18-30 વર્ષની વયના 3,000 ડિગ્રી-શિક્ષિત ભારતીય નાગરિકોને બે વર્ષ માટે યુકેમાં રહી શકે છે અને કામ કરી શકે છે. તે માટે વિઝા આપવાની મંજૂરી આપવામાં આવી છેે.

પીએમ મોદી અને ઋષિ સુનક પહેલીવાર મળ્યા હતા
ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 શિખર સંમેલનમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક મળ્યા હતા. આ બેઠકના કલાકોમાં જ યુકેએ ભારતીય યુવાનોને વિઝા આપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. ગયા મહિને પ્રથમ ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. યુકે સરકારે કહ્યું કે આ યોજનાની શરૂઆત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે બ્રિટનની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત સાથે બ્રિટનનો સૌથી મજબૂત સંબંધ
બ્રિટિશ સરકારે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશોમાં બ્રિટનના ભારત સાથે સૌથી મજબૂત સંબંધો છે. વિદેશથી ભણવા માટે બ્રિટન આવતા તમામ વિદ્યાર્થીઓમાંથી એક ક્વાર્ટર વિદ્યાર્થી ભારતના છે. તેમજ ભારતીય રોકાણને કારણે સમગ્ર બ્રિટનમાં લગભગ 95 હજાર લોકોને રોજગાર મળે છે. યુકે સરકારે આ કાર્યક્રમની શરૂઆતને યુકે-ભારત સંબંધો માટે નોંધપાત્ર ક્ષણ ગણાવી હતી.

નોંધનીય છે કે બ્રિટન અને ભારત વચ્ચે વેપાર ડીલ પર હજુ પણ વાતચીત ચાલી રહી છે. જો આ ડીલ થશે તો યુરોપના કોઈપણ દેશ સાથે ભારતની આ પ્રકારની પ્રથમ ડીલ હશે. તે જ સમયે, ભારત સાથેની ગતિશીલતા ભાગીદારી અંગે, યુકે સરકારે કહ્યું કે આ ભાગીદારી દ્વારા, તે ઇમિગ્રેશનનું ઉલ્લંઘન કરનારાઓને બાકાત રાખવામાં મદદ કરશે. યુકે સરકારે કહ્યું કે મે 2021માં બંને દેશો વચ્ચે આ ઐતિહાસિક પ્રસ્તાવ પર મહોર મારી દેવામાં આવી હતી. બંને દેશોનો લક્ષ્યાંક પરસ્પર સંબોધને સુધારવાનું હતા તેમજ વેપાર ક્ષેત્રે આગળ વધવાનું હતા. આ સાથે જ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને હાંકી કાઢીને ઈમિગ્રેશન સંબંધિત ગુનાઓને રોકવા માટે સંયુક્ત પ્રયાસો કરવાના હતા.

પીએમ મોદી અને ઋષિ સુનક પહેલીવાર મળ્યા હતા
ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 શિખર સંમેલનમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક મળ્યા હતા. આ બેઠકના કલાકોમાં જ યુકેએ ભારતીય યુવાનોને વિઝા આપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. ગયા મહિને પ્રથમ ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી.

Most Popular

To Top