National

મણિપુર બાદ હવે મેઘાલયમાં ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: તુર્કી (Turkey) બાદ ભારતના (India) અલગ અલગ રાજ્યોમાં છેલ્લા કેટલા સમયથી ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. બે દિવસથી ગુજરાતમાં (Gujarat) ભૂકંપના આંચકા બાદ હવે મેઘાલયમાં (Meghalaya) પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા હૈદરાબાદ (Hydrabad) અને મણીપુરમાં (Manipur) પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશના અલગ અલગ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર 28 ફેબ્રુઆરી મંગળવારે વહેલી સવારે 6:57 કલાકે મેઘાલયમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા આજે સવારે 3 વાગે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસે ટ્વીટ કર્યું કે ભૂકંપની તીવ્રતા 3.2 હતી અને તે 25 કિલોમીટર ઊંડો હતો. આ પહેલા 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના રાજકોટ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત બે દિલસથી ભૂકંપના આંચકા લાગતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ભૂકંપ માત્ર ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જ નથી આવ્યા. અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજારીની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે (28 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાનમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCA અનુસાર, મંગળવારે સવારે લગભગ 5:32 વાગ્યે તાજિકિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

‘પૂર્વીય તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા’
પૂર્વી તુર્કીમાં 5.6ની તીવ્રતાના ભૂકંપ બાદ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 69 લોકો ઘાયલ થયા હતા. સોમવારના ધરતીકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલ્ટર જિલ્લામાં સ્થિત હતું, જેણે 6 ફેબ્રુઆરીએ પહેલેથી જ આંચકા અનુભવ્યા હતા. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) એ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં ભૂકંપથી અગાઉ નુકસાન પામેલી 25 ઇમારતો સોમવારે ધરાશાયી થઇ હતી.

આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ તુર્કીના દક્ષિણી પ્રાંત કહરામનમરસમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મિનિટો પછી, દેશના દક્ષિણી પ્રાંત ગાઝિયાંટેપમાં 6.4-તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને સવારે 1 વાગ્યે 7.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. 20 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ તુર્કીના હેતાય પ્રાંતમાં વધુ બે ભૂકંપ આવ્યા, જેમાં છ લોકોના મોત થયા.

Most Popular

To Top