Vadodara

કોવિડ બાદ સાવલી તાલુકાની શાળામાં ધો.12ના વર્ગો શરૂ

સાવલી: સાવલી તાલુકામાં કોરોના બાદ ગત રોજ થી શાળા કોલેજો શરૂ થઈ હતી. ધો. 12ના વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ બાદ અભ્યાસ કરતા નજરે પડ્યા હતા અને અને ખુશખુશાલ મુદ્રામાં જોવા મળતા હતા. સાવલી તાલુકામાં ઓફ લાઇન સ્કૂલ ને  લઈ ને સ્કૂલ પ્રશાશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સોસિશ્યલ ડિસ્ટન્સ સાથે ધોરણ 12ની સ્કૂલ અને  કોલેજ ના વર્ગો  શરૂ થયા છે જે વાલીઓ દ્વારા સંમતિ પત્ર આપવામાં આવ્યું છે  તેજ વિદ્યાર્થીને સ્કૂલ કોલેજમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે જોકે તમામ વાતો વચ્ચે 50 ટકા હાજરી સાથે આવતીકાલે સ્કૂલો અને કોલેજો ચાલુ થયું  છે, સ્કૂલો દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવા માં આવી રહી હતી.

સાથે આવનાર વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ના પડે તેની તકેદારી પણ રાખવા માં આવી રહી હતી અને જે વાલીઓ એ સંમતિ પત્ર આપ્યા તેમના સંતાનોને ઓફ લાઇન સ્કૂલમાં બેસવા નો મોકો મળ્યો છે.  વિદ્યાર્થીઓએ પણ સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરી શાળા માં.ઓફ લાઈન અભ્યાસ કરતા નજરે પડ્યા હતા.જ્યારે મહિનાઓ બાદ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સરકારના નિર્ણયને પણ વધાવતા જોવા મળી રહ્યા હતા અને મહિનાઓ બાદ પોતાના સાથી મિત્રોને મળીને ખુશી વ્યક્ત કરતા અને સરકારનો આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા બાળકો એ પોતાની શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.

Most Popular

To Top