કલોલના કાર્યક્રમ બાદ અમીત શાહ સીધા જ કેન્સર પિડીત સિનિયર કાર્યકર્તાને મળવા દોડી ગયા

કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે ગાંધીનગરમાં વિવિધ સમારંભમાં હાજરી આપી હતી. કલોલના ભારતમાતા ટાઉનહોલમાં BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનિકરણનું ખાતમુહૂર્ત કરીને જનસભા સંબોધી હતી. આ ઉપરાંત કલોલના મોટી ભોંયણમાં વિવિધ કાર્યોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ તથા નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પણ શુભારંભ કરાવ્યો.

આ સમારંભ બાદ ઠાકોર સમાજના અગ્રણી તથા ભાજપના સીનીયર કાર્યકર્તા રાયચંદજી ઠાકોરને કેન્સર થયાની જાણ થતા તેમના નિવાસસ્થાને મુલાકાત લઇ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. શાહે રાયચંદજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી જરૂરી તમામ મદદ માટેની ખાત્રી આપી હતી. શાહે રાયચંદજીને થયેલા કેન્સર સંદર્ભે ઉત્તમ કક્ષાની સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે વહીવટીતંત્ર અને તબીબોને જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા. આ ઉપરાંત રાયચંદજી ખૂબ ઝડપથી સ્વસ્થ બની જાહેરજીવનમાં પ્રવૃત્ત થાય એવી શુભકામનાઓ પણ પાઠવી હતી

ગુજરાતના કુલ ૧૬ જિલ્લાને ૧૦૦ ટકા નલ સે જલ યોજનામાં સમાવાયા
ગાંધીનગર: ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં નલ સે જલ અભિયાન હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને ખેડા જિલ્લાને ૧૦૦ ટકા નલ સે જલ દ્વારા પાણી અપાતા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે ગુજરાતમાં કુલ ૧૬ જિલ્લાનો આ યોજના હેઠળ સમાવેશ કરાયો છે, તેવું આજે ગાંધીનગરમાં વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે જળસંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગ અને ઇન્ડિયન વોટર વર્કસ એસોશિએશનના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે વર્લ્ડ વોટર ડે-૨૦૨૨ની ઊજવણીમાં પાણી વિશે યોજાયેલા એક દિવસીય મહામંથન કાર્યક્રમમાં કહ્યું હતું કે નવી ટેકનોલોજીના ઉપયોગથી પીવાનું શુદ્ધ પાણી છેવાડાના ઘર સુધી કેવી રીતે પહોંચે તેની ચિંતા કરવી પડશે. આ સિવાય પાણીના સુચારૂં ઉપયોગ માટે જન-જાગૃતિ પણ લાવવી પડશે. પાણીના મૂલ્ય તેની કિંમત અંગે લોકોને સતત પ્રતીતિ કરાવી પડશે તો જ પાણીનો દુરુપયોગ અટકાવી શકીશું.

આજ રોજ મંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે ગાંધીનગર મુકામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ફિનિશ વોટર ફોરમ, ફિનલેન્ડ દ્વારા MOU કરવામાં આવેલ છે. આ MOUમાં Sustainable Development Goal No 6 – Clean Water & Sanitation ને બંને દેશો એ એકબીજાના સહકાર થકી પૂર્ણ કરવાનો નિશ્ચય કરાયો છે. પીવાના પાણી ક્ષેત્રે વોટર ડિસ્ટ્રીબ્યુશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, Severage System, Non-revenue Water, Reuse of Treated Waste Water અને Water Management બાબતે ટેકનોલોજીનાં આદાન પ્રદાન માટે બંને દેશોએ પરસ્પર સહમતિ દર્શાવી છે

Most Popular

To Top