વોશિંગ્ટન: યુરોપિયન (Europe) દેશ હાલમાં હીટવેવની (Heat Wave) ઝપેટમાં છે. અસહ્ય ગરમીથી લોકોનું જીવન મુશકેલ બન્યું છે. હીટવેવના કારણે 1000 જેટલા લોકોના મૃત્યુ (Death) થયા છે. યુરોપ બાદ હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ અમેરિકામાં (America) જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. નેશનલ વેધર સર્વિસ (NWS) દ્વારા કરાયેલી આગાહી મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)ના બે ડઝનથી વધુ રાજ્યોમાં લાખો લોકો આ સપ્તાહના અંતમાં રેકોર્ડ બ્રેક ગરમીનો અનુભવ કર્યો હતો. તેમજ લાખો લોકોને હીટવેવની ઝપેટમાં આવ્યો હતો. એટલાન્ટિક મહાસાગરના બંને કિનારો વસેલા રાજ્યોમાં હીટવેવના કારણે નેતાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વીજળીના વપરાશમાં ઘટાડો કરો.
NWSએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “યુએસના કેટલાક ભાગોમાં તાપમાન 100 ડિગ્રી ફેરનહીટ (38 ડિગ્રી સેલ્સિયસ)ને વટાવી ગયું છે, કેટલાક વિસ્તારોમાં 110 ડિગ્રીથી ઉપર છે.” ઉત્તરપૂર્વ યુએસમાં આ સપ્તાહના અંતમાં રેકોર્ડ બ્રેક ગરમીની અપેક્ષા છે, જ્યારે દક્ષિણ મધ્ય અમેરિકામાં સરેરાશથી વધુ તાપમાન રહે છે. આગામી સપ્તાહની શરૂઆતમાં પેસિફિક NW ઉપર એક ઉપલું સ્તર રચાશે, જેનાથી તાપમાનમાં વધારો થવાની ધારણા છે.
વોશિંગ્ટન અને ફિલાડેલ્ફિયા બંનેએ હીટવેવની ઈમરજન્સી જાહેર કરી છે. તેમજ લોકોને હીટવેવથી સાવચેત રહેવા ચેતવણી આપી છે. વોશિંગ્ટન, ડીસીના મેયર મુરીએલ બોઝરે ટ્વિટર પર કહ્યું, “હાઈડ્રેટેડ રહો, સૂર્યના સંપર્કમાં આવવાનું ટાળો તેમજ વૃદ્ધો, પડોશીઓ અને પાલતુ પ્રાણીઓ પર નજર રાખો.” આ દરમિયાન, સમગ્ર યુરોપ આકરી ગરમીથી પ્રભાવિત છે, જેના કારણે ત્યાં કેટલાક લોકોના મોત થયા છે. જળવાયુ પરિવર્તનની સીધી અસર આ દેશો પર પડી રહી છે. એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટેક્સાસમાં ડલ્લાસ કાઉન્ટીએ ગુરુવારે વર્ષની પ્રથમ ગરમી સંબંધિત મૃત્યુની જાણ કરી હતી. કાળઝાળ ગરમીના કારણે અમેરિકાના દક્ષિણ અને મધ્ય મેદાનોમાં અચાનક દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે.
ન્યુ યોર્ક સિટીમાં ગરમીના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. હીટવેવના કારણે 75 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે જ ડલ્લાસમાં એક 66 વર્ષીય મહિલાનું પણ મૃત્યુ છે. ત્યારે શરીમાં પાણી ઘટવના કારણે એક 22 હાઇકરનું મૃત્યુ થયું હતું