નવી દિલ્હીઃ ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે નાસા (NASA) નવા મિશનની તૈયારી કરવા જઈ રહ્યુ છે. જેને NISAR નામ આપવામાં આવ્યું છે. ભારત (INDIA) અને અમેરિકાએ (AMERICA) સંયુક્ત રીતે આ મિશનની શરૂઆત કરી છે. જેમાં ભારતને ખૂબ મોટો ફાયદો (BENIFIT) થવા જઈ રહ્યો છે. આ મિશન બાદ ભારતની જમીની (LAND) સપાટી અને બરફની (ICE) સપાટીને ચકાસવામાં ખૂબ જ સરળતા રહેશે જેથી આવનારા સમયમાં ભારતને મોટા ફાયદાઓ થવાની સંભાવના છે.
મળેલ વિગતો અનુસાર ભારત અને અમેરિકાની NASA અને ISROની ટીમ સંયુક્ત રીતે NISAR મિશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે NISAR મિશન 2024 માં લોન્ચ થવાનું છે. જેને પૃથ્વીની જમીન સપાટી અને બરફની સપાટીની તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે નાસા અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે વિક્સાવવામાં આવી રહ્યું છે.
નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી ચીફ લેશિને કહ્યું, નાસા અને ઈસરો સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મિશન વિશે વાત કરતા તેણીએ જણાવ્યું કે (NISAR) એક રડાર મશીન છે. જે પૃથ્વીની સપાટી પર નજર રાખશે કે તે કેવી રીતે બદલાઈ રહી છે. મિશન દ્વારા ભારતમાં દરિયાકિનારા પર મેન્ગ્રોવનું વાતાવરણ કેવી રીતે બદલાઈ રહ્યું છે તે જાણી શકાશે. આ સાથે આપણે એ પણ સમજીશું કે બરફની ચાદર કેવી રીતે બદલાઈ રહી છે અને કેવી રીતે આખી દુનિયામાં ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થઈ રહ્યા છે. આપણી પૃથ્વીને વધુ સારી રીતે સમજવા માટે આ મિશનમાં વિવિધ પાસાઓ છે.
તેણીએ વધુમાં કહ્યું કે, બેંગલુરુની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં અમારા સાથીદારો માટે ISROમાં સાથે કામ કરવું ખૂબ જ રોમાંચક રહ્યું છે. અતુલ્ય સહયોગ, સારી ટીમવર્ક અને એકબીજા પાસેથી શીખવું આ ત્રણ બાબતો અવિસ્મરણીય છે જે અમે ભારત પાસે શીખી છે. બંને ટીમ એકસાથે ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે અને ISRO અને NASA વચ્ચે મિશન લગભગ પચાસ-પચાસ ટકાના કાર્યમા વહેંચાયેલુ છે.
NISAR દર 12 દિવસમાં ઓછામાં ઓછી એક વાર આપણા ગ્રહના લગભગ દરેક ભાગનું નિરીક્ષણ કરે છે, તેથી અન્ય અવલોકનોની સાથે ઉપગ્રહ વૈજ્ઞાનિકોને જંગલો, ભીની જમીનો અને ખેતીની જમીનોની ગતિશીલતા સમજવામાં પણ મદદ કરશે. આ સાથે જ પૃથ્વીના વિજ્ઞાનને સમજવા માટે ભવિષ્યમાં તમામ પ્રકારના દ્વાર પણ ખુલી જશે.