Business

કેનેડા બાદ હવે યુકે પર ધોંસ જમાવવી જરૂરી છે

જે જગ્યા કેનેડાના પ્રમુખ જસ્ટીન ટ્રુડો માટે લાયક હતી તે જગ્યા ભારત સરકારે એને બતાવી. આઝાદ ભારતના આજ સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન સરકાર, પાકિસ્તાન સેના, પાકિસ્તાનમાંના ત્રાસવાદીઓ અને પાકિસ્તાનમાં વસેલા ભારતીય વંશ ગૂંડાઓ નિતનવી ભારત-વિરોધી હરકતો કરતા રહેતા હતા અને સોનિયા ગાંધી, મનમોહનસિંહ, સલમાન ખુરશીદ, દિગ્વિજયસિંહ, અર્જુનસિંહ અને એમના સમકક્ષ પ્રથમ હરોળના દુષ્ટ નેતાઓએ ‘ટોલરન્સ’ની વાતો દોહરાવી દોહરાવી, ભારતની પ્રજાના માનસને એવી રીતે તૈયાર કર્યું હતું કે, ‘માર ખાવો એ કોઇ ખરાબ બાબત નથી.

અમે ટોલરેટ કરનારી પ્રજા છીએ.’ અમુકના માનસમાં એવું ઠસાવી દીધું હતું કે ઇસ્લામી ત્રાસવાદીઓનો ભારત પાસે કોઇ ઉપાય નથી. પ્રજાના માનસમાં આવું બધું બરાબર ઠસાઇ જાય તે માટે ખુદ સોનિયા ગાંધીએ બાટલા હાઉસના ત્રાસવાદીની ચિરવિદાય વેળાએ મરશિયા ગાઇને, ચોધાર આંસુએ રૂદન કર્યું હતું. રૂદનની ઘટનાનો દિગ્વિજયે ગર્વની ઘટના તરીકે પ્રચાર-પ્રસાર કર્યો. સોનિયા તો સનાતનીઓને જ નબળા, નાલાયક પુરવાર કરવામાં વ્યસ્ત હતા, જે સનાતનીઓના કરોડો રૂપિયા આ ઠગ ઔરત ચોરી ગઇ છે.

સોનિયાએ કાનૂન ઘડાવ્યો હતો જેનો સૂર હતો કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઝગડો થાય, રમખાણો થાય ત્યારે હિન્દુઓને જ પ્રથમ ગુનેગાર માની પોલીસે કામગીરી કરવાની અને ત્યારે ગુજરાતના કે ભારતના લેફટ લિબરલ લેખકો, ચળવળિયાઓ ચૂપ રહ્યા હતા. જરા બતાવો કે દુનિયાના કયા લોકશાહી દેશોમાં આવા કાનૂન છે? સોનિયાએ વકફ-પ્રોપર્ટીને લગતો જે કાનૂન ઘડાવ્યો તેમાં એક વર્ગ તરફ પક્ષપાત દાખવવામાં આવ્યો હતો. એ ધૂર્ત, દુષ્ટ ઔરતના અનુચર મનમોહનસિંહના શાસનમાં ત્રાસવાદીઓના હાથે, હજારથી વધુ નિર્દોષ હિન્દુઓ અનેક ઘટનાઓમાં માર્યા ગયા.

સિંહ સાહેબ ડોઝીયરો ફેરવતા રહ્યા. ડોઝીયરોની આપ-લે કરતા રહ્યા. હિન્દુઓને મારી નાખીને અનેક શિખ આતંકવાદીઓ કેનેડામાં મોજમજાની જિંદગી જીવી રહ્યા હતા. કાશ્મીરમાં લડતા, હાથમાં સ્ટેનગન પકડીને જતા સેનાના જવાનોના માથે ગલીના કિશોરો ટપલીદાવ કરે એવી વ્યવસ્થાને સોનિયા-સિંહની સરકારે કાયમ કરાવી હતી. શહીદ હેમરાજ વગેરેનાં માથાં કાપીને પાકિસ્તાની ત્રાસવાદીઓ જતા રહેતા અને મનમોહન ઉપર ગગન વિશાળને જોઇ લેવાની ધમકીઓ આપીને રોષ-સ્ખલન સમાપ્ત કરતાં હતાં.

ઓસ્ટ્રેલિયાના કોઇ ત્રાસવાદને લગતા કેસમાં ભારતીય મૂળના યુવકને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવતો ત્યારે સરદારણીએ રાંધેલા આલુ પરોઠા ઠરીને ઠીકરું થઇ જતા. સરદાર સાહેબ બીજા દિવસે સંસદમાં કહેતા કે એને રાત્રે ઊંઘ ન આવી, કારણ કે ભારતમાં એક મુસ્લિમ માતા પણ જાગી રહી હતી. આટલી ઉદાત્ત, પરગજુ, પ્રેમાળ ભાવના હોય તો કશું ખોટું નથી. બલ્કે તેની કદર થવી જોઇએ. પણ આ ધોધ માત્ર એક વર્ગ માટે જ શા માટે છૂટનો હતો? સરદારજી તો ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે પાકિસ્તાન સાથે પાકું કરી આવ્યા હતા કે ભલે મુંબઇના 26-11ના હુમલામાં ત્રણસોથી ચારસો હિન્દુઓને ઠોકી નાખ્યા. ખતમ કરી નાખ્યા. તો પણ પાકિસ્તાન સાથે અમે વાટાઘાટો કરતાં રહીશું અને મુંબઇ હુમલાનો હરફ પણ ઉચ્ચારીશું નહીં. આને કહેવાય સ્વપીડનની ચરમસીમા. એક સરદાર સિવાય, આટલું કોણ સહન કરી શકે? તે માટે સ્વપીડનની વિકૃતિ હોવી જરૂરી છે.

વિચારો કે આવા વાતાવરણમાં જે હિન્દુઓ જન્મીને મોટાં થયાં જેમને ત્યાં દસ વરસથી મોટી ઉંમરનાં સંતાનો થઇ ગયાં છે. તેઓ જયારે એ વાત સાંભળે કે પાકિસ્તાનમાં હાફીઝ સૈયદના મકાન પર ગ્રેનેડનો હુમલો થયો પછી એ ભાગતો ફરે છે. હમણાં એનો જયેષ્ઠ પુત્ર અને આતંકીઓનો એપોઇન્ટર કમાલુદ્દીન ગુમ થઇ ગયો છે. કમાલુદ્દીનના એક બીજા ભાઇને પોલીસે ખાસ રક્ષણ આપ્યું છે. અગાઉ એ ખાલીસ્તાની ત્રાસવાદીની અને બીજા ત્રણ મૂળ કાશ્મીરી અને પાકિસ્તાનમાં સ્વૈરવિહાર કરી રહેલા ત્રણ આતંકીઓને અલગ અલગ ઘટનાઓમાં કોઇક મોટર સાયકલ પર આવીને ગોળીઓથી ઉડાવી ગયું. બે ખાલિસ્તાનીવાદીઓની લંડનમાં અને બેની કેનેડામાં ઉપરાઉપરી હત્યાઓ થઇ ગઇ ત્યારે એ બધાના કોમન દુશ્મનને જ લોકો યાદ કરવાના જ. યોગાનુયોગે કે યોગસાધના બાદ એ દુશ્મન તો ભારત જ છે.

હવે ભારતની એનઆઇએ અને રો પર આંગળીચીંધણું કરવામાં આવી રહ્યું છે. આટઆટલાં લોકોનો સફાયો થઇ ગયો અને બીજા કોઇએ નહીં, પણ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ એ મૃતાત્માઓની શાંતિ માટે આગળ આવવું પડયું. કેનેડાની ધરતી પરના એક નિર્દોષ કેનેડિયન વિકટિમ તરીકે નિઝ્ઝર નામના સરદારનું નામ આવ્યું ત્યારે પોતે જ બેસહાય બની ગયા. હવે મનમોહનના શાસન દરમિયાન પરણીને થાળે પડી ગયેલા ભારતીય નાગરિકોને આવી બધી વાતો સાંભળીને હેરી પોટરના જાદુઇ દીવડાની ફિલ્મ જોતાં હોય એવું જ લાગે ને?

શું તેઓને દુશ્મનો દ્વારા ફેલાવાતી એ વાતમાં શ્રધ્ધા બેસે કે આ બધી નાટકીય, અભૂતપૂર્વ, અકલ ઘટનાઓ પાછળ ભારતનો હાથ છે? બિચારો બાઘો બની જાય અને ચકળવકળ જોયા કરે. પણ પછી અમેરિકાના એન્થની બિલ્કન (વિદેશ મંત્રી) અને બાયડન, રશિયાના પુતીન, ઋષિ સુનક વગેરે કંઇક ને કંઇક બોલીને ભારતના નમાલા યુગમાંથી બહાર આવી રહેલા જણને સમજાવે કે આ સાચી વાત છે. ભારત સરકાર પર આ આક્ષેપ છે. ત્યારે એ યુવાન વિચારે છે? સરકાર આવું કરી શકે? અને પછી છલાંગ મારીને બરાડી ઊઠે કે સરકારનું આ જ તો કામ હોય છે.

આ જ તો તેણે કરવાનું હોય. હિન્દુ-મુસ્લિમ-શીખ- ઇસાઇ-પારસી-જૈન તમામને નાગરિક તરીકે ગણવાના હોય. તમામનો આત્મવિશ્વાસ વધે એ રીતે વર્તવાનું હોય. તમામની સુરક્ષાની જવાબદારી સરકારને શિરે હોવી જોઇએ. પાક વડાપ્રધાન અજમેર, ભારત આવે ત્યારે હાથી અને હાથીની અંબાડી તૈયાર રાખવાની ન હોય, પણ ગધેડાની સવારીની જ ઓફર કરવી જોઇએ, જો એના કામ ગધેડાને તાવ આણી દે એવાં હોય તો. કેનેડા ભલે ગમે એટલું આગળ હોય, પણ એના વડા પ્રધાન જુઠા હતા, મુરખ હતા તો ઘૂંટણિયા ટેકવાની ફરજ પડી.

જો તમે વ્યંડળોની માફક પંખો નાખવા પાકિસ્તાન જવાના હો તો દેશને તમારી જરૂરત શી હતી. ભારત હવે ગુમાવેલો આત્મવિશ્વાસ પાછું કેળવી, મેળવી રહ્યું છે, પરંતુ હજી પેલું ફેશન શોના રિપોર્ટને આધારે જે દસ ડાઉનિંગ સ્ટ્રીટનાં કપડાં નક્કી થાય છે તે બ્રિટનને એક સરખાઇનો પાઠ ભણાવવાની જરૂર છે. ઘર આંગણે કેનેડાની માફક કાયદો અને વ્યવસ્થાનું કોઇ ઠેકાણું નથી અને ભારતના આર્થિક ભાગેડુઓને માનવાધિકારના નામે સહકાર, સહયોગ આપે અને ભારતને નરી શિખામણો આપે. યુકેની સામુહિક સમજદારીની ગાડી પાટા પરથી ઊતરી ગઇ છે. હવે ત્યાં ભરાયેલી ભારતીય ગુંડાઓ, ધુતારાઓ, આર્થિક અપરાધીઓ સામે કામ ચલાવડાવીને, તેઓનું પ્રત્યાર્પણ માગીને એક નવો રિવાજ ચલણમાં મૂકવો પડશે. અરે અહીંની લલિત મોદી, નિરવ મોદી, નદીમ, માલ્યા, મેહુલ ચોકસી લાખોની પ્રજાને છેતરીને બ્રિટનમાં ઘૂસી ગયા એટલે શું એ તમારી માના ખોળાએ જન્મેલા એવું માની લેવાનું? મોદી સરકાર પાસે ઘણી અપેક્ષા છે. ખોટી હોય એવું હાલમાં લાગતું નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top