લીપુર જિલ્લાના રાઈદીક નદી બેય કાંઠે પહોળા પટ્ટે વહે છે. તેથી ત્યાં થોડી છીછરી(બંગ અને સંસ્કૃતમાં: ક્ષીણ )થઈને વહે તેથી તેનાં પરથી ગામનું નામ ક્ષિપ્રા છે. તેનાં સીમાડે નુતુનદાસ બાઉલનો આશ્રમ બનાવી વસે છે. આશ્રમ પાસેના છીછરા પાણીવાળા સ્થાનેથી નદી ઓળંગવી સુગમ રહેતી હોઈ અને નુતુનદાસ આનંદી સ્વભાવના હોઈ, આશ્રમમાં માણસોની સદાય અવરજવર રહેતી. અહીં નદી કેમ આટલી પહોળી વહે છે તેમ પૂછ્યું, તેનાં જવાબમાં અમારી સાથે પણ મજાક કરતાં કરતાં નુતુનદાસે અમારા સહયાત્રી રામું ચક્રવર્તીને તેનાં ગુરુની એક ગીતની બે પંક્તિ કહી ,
નાહિ વિપ્રા, આમિ ક્ષિપ્રા આહે;
સંકીર્ણ નય આમિ પ્રસસ્ત બાહે!
(નથી વિપ્રા હું છું ક્ષિપ્રા!સાંકડી નહી,બહુ પ્રદીપા! )
બ્રાહ્મણોની સંકીર્ણતા પર હળવી મજાક કરી. અને બોલ્યા ‘જો તમે સંકીર્ણ ન રહ્યાં હોત તો કેટલા કાફલાઓ આવાગમન કરી શક્યા હોત.’ મેં કહ્યું, ‘બાઉલ! તારા ગુરુ ખરેખર સમર્થ હશે! કેટલી સહજ રીતે વાતને સમજાવી શકે છે!’તે હસ્યો અને બોલ્યો, ‘સોતીશ! મારા ગુરુ રાન્ગાદાસ સદા ભાવ સમાધિમાં રહેતાં. લોકો તેને ‘અહફીની બાઉલ’ એટલે કે, અફીણી બાઉલ કહેતા! પણ ખરી વાત તે છે કે તેઓ ક્યારેય ગાંજો ન લેતા!લોકોનાં ટોળેટોળા તેમની પાસે આવી અને ખુબ બેસતા. તેથી કંટાળેલ ગુરુએ અંતીમ દસ વર્ષમાં મને કહ્યું, ‘બેટા, આમાર ભજન સાધન ક્ષિન પરત આહે! ( મારું ભજન ઘટે છે. ) તેથી મારે આ લોકોથી દૂર જવું છે.’
પછી તેઓ મારા આ આશ્રમમાં આવી ગયા હતા. પણ લોકો પીછો કરતાં કરતાં અહી સુધી આવી ગયા! તો તેઓ આવેલ લોકો સાથે જાણે અફીણના નશામાં હોય તે રીતે વર્તતા હતા!
જો કોઈ સાધક બાઉલ આવે તો તેનાં ગોપીયંત્રનો નાદ કે ‘જય ગુરુ’નો સાદ સાંભળે કે તરત ભાવ સમાધિમાંથી વ્યવહાર જગતમાં આવી જતા. બાકી કાલીની પીઠિકા બનીને શબવત પડેલ શિવની જેમ ચક્ષુ મીંચીને પડ્યા રહેતાં.
તે કહેતા,
કેઉ આહે સત ગાન ભૂમિકા ?
પીઠિકા થેકે કરે કાલિકા!
એબં કાલિકા થેકે પીઠિકા !
જે શિવરૂપ પીઠિકાને શક્તિ રૂપ કાલિકામાં પ્રજ્જવલિત કરે અને કાલિકા રૂપ શક્તિને શિવરૂપ પીઠિકામાં સંતુલિત કરી શકે તે જ સાચું બાઉલ ગીત ! આ સિવાયના અન્ય કામ માટે મારે શા માટે પ્રવૃત થવું?
ચાલો, હું મારા ગુરુની સમાધિ બતાવું. એમ કહીને તે મને આશ્રમના ઈશાન ખૂણામાં સમાધિ જોવા લઇ ગયા. ત્યાં તે બોલ્યા,
આ ચેતન સમાધિ નથી!
છેરે આધિ,વ્યાધિ, ઉપાધિ:
નાહિ ચેતન, અર્ધેક સમાધિ !
(છોડી છે આધિ, વ્યાધિ, ઉપાધિ,
ચેતન નહી પણ અડધી સમાધિ!)
આગળ બોલ્યા, ‘ગુરુ કહેતા, આધિ, વ્યાધિ, ઉપાધિને છોડાવી તે તો ફક્ત નિંદામણ કરી, ખેતર સાફ કરવા જેવી ક્રિયા થઈ. હવે ‘મનેર માનુષ’નું આરોપણ કરવાનું છે ને! ચેતન સમાધિ તો સુઈ જનાર ‘મનેર માનુષ’ માટે છે, આપણે તો ‘મનેર માનુષ’ માટે સજાગ રહેવાનું છે, તેથી અર્ધેક સમાધિ! મને તો રાંગાદાસ સમાધિના ઓટા પર બેઠા હોય તેવું લાગ્યું!