નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનો (Taliban) આતંક (Terror) દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે ફરી તાલિબાનોએ કાબૂલમાં (Kabul) બ્લાસ્ટ (Blast) કર્યો હતો. આ બ્લાસ્ટ કબૂલના એરપોર્ટની (Airport) બહાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી કહી શકાય કે આ બ્લાસ્ટમાં ઘણું મોટું નુકસાન થયું હોય શકે. તેમજ ઘણા લોકોના મોતના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી એરપોર્ટની બહાર બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના સમાચાર છે. તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે આ વાતની પુષ્ટિ કરી છે. રવિવારે કાબુલમાં મિલિટરી એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. આ ઘાતક વિસ્ફોટમાં ઘણા લોકોના મોતની આશંકા છે. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે “આજે સવારે કાબુલ લશ્કરી એરપોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો, જેમાં અમારા ઘણા નાગરિકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.” તેમણે કહ્યું કે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આતંકીઓએ હોટલને નિશાન બનાવી હતી
આ પહેલા 12 ડિસેમ્બરે હુમલાખોરોએ કાબુલના શહર-એ-નવા વિસ્તારમાં એક હોટલને નિશાન બનાવી હતી. આ હોટલને ચાઈનીઝ હોટેલ કહેવામાં આવે છે કારણ કે ચીનના વરિષ્ઠ અધિકારીઓ અવારનવાર અહીં આવતા-જતા રહે છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ હુમલાખોરો ગોળીઓ ચલાવતા હોટલમાં ઘૂસી ગયા હતા. સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે કાબુલની તે હોટલમાં ચીની ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ અવારનવાર આવતા-જતા રહે છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે હુમલાખોરો હોટલની અંદર લોકોને અટકાયતમાં લેવા માંગતા હતા.