National

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી, ઇમરજન્સી નંબર શેર કરવામાં આવ્યા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન તેહરાનમાં ભારતીય દૂતાવાસે દેશમાં હાજર ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં અહીં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસના સંપર્કમાં રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને અપડેટ્સ માટે દૂતાવાસના સોશિયલ મીડિયા પેજને ફોલો કરતા રહેવા કહેવામાં આવ્યું છે. આ સાથે ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ શેર કર્યા છે.

  • ફક્ત કૉલ્સ માટે-
  • +989128109115
  • +989128109109
  • ફક્ત WhatsApp માટે-
  • +989010144557
  • +989015993320
  • +918086871709
  • બંદર અબ્બાસ-
  • +989177699036
  • ઝાહેદાન
  • +989396356649

ઈરાનમાં ત્રીજા દિવસે હુમલા
તમને જણાવી દઈએ કે રવિવારે ઈઝરાયલે ત્રીજા દિવસે ઈરાનમાં હવાઈ હુમલા કર્યા અને વધુ શક્તિશાળી હુમલાની ધમકી આપી. ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલ છોડવાનું ચાલુ રાખ્યું જેમાંથી કેટલીક (મિસાઈલો) ઈઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીને ચકમો આપીને દેશના મધ્ય ભાગમાં આવેલી ઇમારતો પર પડી.

પરમાણુ વાટાઘાટો રદ
આ દરમિયાન ઓમાનમાં યોજાનારી ઈરાન અને અમેરિકા વચ્ચેની પરમાણુ વાટાઘાટો રદ કરવામાં આવી. શુક્રવારે ઇઝરાયલ દ્વારા ઇરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર અચાનક બોમ્બમારો કરવામાં આવ્યા બાદ, ઘણા ટોચના સેનાપતિઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા બાદ, આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી સંઘર્ષ થવાની આશંકા ઉભી થઈ છે. ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ રવિવારે કહ્યું હતું કે જો ઇઝરાયલ તેમના દેશ પર હુમલા બંધ કરશે તો તેમના દેશનો બદલો પણ બંધ થઈ જશે.

Most Popular

To Top