આપણા વડાપ્રધાન ઘણી વાર દેશવાસીઓને એવી અપીલ કરતા હોય છે કે સ્વદેશી એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલા માલનો ઉપયોગ કરો. આ વાતને દરેક દેશવાસીઓએ અપનાવવી જોઈએ.કેમ? જોઈએ. છેલ્લાં બે વર્ષથી કોરોનાએ જે કેર વર્તાવ્યો તેનાથી કોઇ અજાણ નથી. તેવા કપરા સમયે કોણે કોણે કેટલી મદદ કરી તેના પર એક નજર નાખવા જેવી છે. જેમણે કરોડો રૂપિયાની મદદ કરી છે તેમની યાદી ઘણી લાંબી છે, છતાં થોડા ઉદાહરણ પર એક નજર કરીએ. મુકેશ અંબાણી ૫૦૦ કરોડ વત્તા હોસ્પિટલ , ચિરંજીવી એક્ટર – ૪ કરોડ વત્તા ઓકસીજન બેંક, આનંદ મહિન્દ્રા હોટલ વત્તા વેન્ટિલેટર, ટાટા, આઇટીસી, હિન્દુસ્તાન લીવર, અનિલ અગ્રવાલ, હીરો સાયકલ, બજાજ ગ્રુપ, શિરડી મંદિર, બીસીસીઆઇ, અક્ષયકુમાર, સન ફાર્મા, અદાણી ગ્રુપ, નાદેલ્લા ( માઇક્રોસોફ્ટ ) , સોમનાથ મંદિર, હેમામાલિની તે ઉપરાંત લાખોમાં જેમણે દાન આપ્યું છે તેમાં જુનિયર એનટીઆર એક્ટર, સુરેશ રૈના, સચીન તેંડુલકર, સની દેઓલ, કપિલ શર્મા, રજનીકાંત, સૌરવ ગાંગુલી તથા સરકારી નોકરોએ ૧ થી ૫ દિવસનો પગાર અને તે ઉપરાંત છૂટીછવાઈ મદદ કરનારા છે.
અહીં નોંધવું ઘટે કે એક પણ મુસ્લિમ એક્ટરોએ એક પૈસાની પણ મદદ કરી નથી. બીજું, આપણે જે કંપનીઓના માલનો વપરાશ કરીએ છીએ તેની યાદી જોઇએ. સબ વે, પીઝા હટ, ડોમિનોઝ, મેકનોદાલ્ડ, બર્ગર, ફ્લિપકાર્ટ, એમેઝોન, મિત્રા, રેડીઝ, સ્નેપડીલ, હ્યુન્ડાઈ, હોન્ડા, વોક્સવેગન, એમ સુઝુકી, બીએમડબલ્યુ, ઓડી મર્સિડીઝ વિગેરેમાંથી કોઈએ એક પૈસાનું પણ દાન આપ્યું નથી. આ બધી વિદેશી કંપનીઓનો માલ આપણી પ્રજા હોંશે હોંશે ખરીદે છે અને આપણા દેશનો પૈસો વિદેશમાં ખેંચાઈ જાય છે. આજના મારા ચર્ચાપત્રનું શીર્ષક એટલા માટે સ્વદેશી અપનાવો, હિતેચ્છુઓને ઓળખો આપ્યું છે. આપણી પ્રજાએ ખરેખર આ વાત બરાબર સમજવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.