ગાંધીનગર: રવિવારે સવારથી જ 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સમાં આવેલા કોરોનાના દર્દીઓને અમદાવાદમાં યુનિ. કન્વેન્શન સેન્ટરમાં શરૂ કરાયેલી ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે સરકારે તેની કોઈ સત્તાવાર જાહેરત પણ કરી નથી.અલબત્ત 108 એમ્બ્યૂલન્સમાં ના આવ્યા હોય તેવા દર્દીઓને દાખલ નહીં કરાતાં કોરોનાના ( corona) દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિરજનોએ સીએમ વિજય રૂપાણી ( cm vijay rupani) અને ડે સીએમ નીતિન પટેલ ( nitin patel) ને એવું સંભળાવી દીધું હતું કે ‘તમે લોકોની સેવા કરો.. નહીં તો લોકોની હાય લાગશે તો તમારા ખાનદાન સાફ થઈ જશે.’ આ વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા ( social media) માં બહુ જ વાયરલ થયો છે. રૂપાણી સરકારની તેના પગલે આકરી ટીકા થઈ રહી છે.
આ ધન્વંતરી હોસ્પિટલની બહાર ઝાંપા પાસે જ કોરોનાના બે દર્દીઓને દાખલ નહીં કરાતા તેઓનું મૃત્યુ થયું હતું. કેટલાય પરિવારજનોએ બે હાથ જોડીને વિનંતી કરી હતી કે તમે અમારા કોરોનાના દર્દીને દાખલ કરો, તો તેઓ બચી જશે. જો તે જડ તંત્ર દ્વારા એવો આગ્રહ રખાયો હતો કે 108 એમ્બ્યૂલન્સમાં આવો તો જ દાખલ કરાશે. આ હોસ્પિટલનું ઉઘઘાટન કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ દ્વારા કરાયું હતું. કેન્દ્રના સંરક્ષણ અને ગૃહ મંત્રાલય, ડીઆરડીઓ અને રાજય સરકારના સહયોગથી શરૂ કરાઈ છે.
રિક્ષામાં આવેલા બે દર્દીએ હોસ્પિટલના પ્રવેશ દ્વારે જ દમ તોડ્યો
900 બેડની હોસ્પિટલની બહાર રીક્ષામાં બેસાડીને લાવવવામાં આવેલા બે દર્દીઓનું પ્રવેશ દ્વાર પાસે જ મૃત્યુ થયું હતું. તેઓને દાખલ કરાયા નહતા. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. ધન્વંતરી હોસ્પિટલની બહાર પોલીસ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે શનિવારે જ સવારથી જ દર્દીઓ અહી આવી પહોંચ્યા હતા. જો કે તેઓને કહેવામાં આવ્યું હતું કે હજુ સુધી હોસ્પિટલ શરૂ કરાઈ નથી, જેના પગલે તેઓને પરત જવુ પડ્યુ હતું